(જી.એન.એસ.)લખનઉ,તા.૨૫
૨૦૨૨ની ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી અને અખિલેશ યાદવ વચ્ચેના ગઠબંધનની સંભાવનાને એઆઇએમઆઇએમને ફગાવી દીધી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ તરફથી જાણવા મળ્યુ હતું કે, જો સમાજવાદી પાર્ટી કોઈ મુસ્લિમને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર હોય તો ઓવૈસી અખિલેશ યાદવની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે એઆઇએમઆઇએમએ આ પ્રકારની વાતોનો ફગાવી હતી. ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલા અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસી ઓમપ્રકાશ રાજભરના નેતૃત્વ વળા સંયુક્ત ભાગીદારી મોરચાનો ભાગ બનશે અથવા એસપી અથવા બીએસપી જેવી પાર્ટી સાથે ગઠબંધન કરશે. તાજેતરમાં જ એવી અટકળો ચાલી રહી હતી તે ઓવૈસી તરફથી અખિલેશ યાદવ સમક્ષ શરત મુકવામાં આવી હતી કે, જો તેમની પાર્ટી મુસ્લિમ કેન્ડીડેટને ઉપમુખ્યમંત્રી બનાવશે તો જ એઆઇએમઆઇએમ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન શક્ય છે.