ભારે વરસાદની આગાહી વચ્ચે શહેર-જિલ્લામાં હળવા ઝાપટાં સાથે મેઘરાજાના મંડાણ થયા

287

જેસર,ગારિયાધાર તાલુકામાં ધીંગી મેઘ મહેરને પગલે ધરતીપુત્રોના હૈયે હાશકારો થયો
સમગ્ર રાજ્ય માં હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં ઝરમરીયા મેઘ સાથે મેઘાના મંડાણ મંડાતા લોકો ની આશા જિવંત બની છે જિલ્લા ના ત્રણ તાલુકામાં સવા ઇંચ જેવી મેઘ મહેર વરસતાં ખેડૂતો માં રાજીપો વ્યાપ્યો છે. ગુજરાતનાં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ને સતત બે વીક સુધી ધમરોળ્યા બાદ આ મેઘરાજા ની શાહી સવારી ગુજરાત તરફ આગળ ગતિ કરી રહી હોય અને બંગાળના સાગરમાં ઉદ્દભવેલ લો-પ્રેશર પણ ખૂબ ઝડપથી ગુજરાત-રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્ય ના હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્ય માં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે આ ચેતવણીની ફલશ્રુતિ એ ભાવનગર શહેર તથા જિલ્લામાં શનિવાર રાતથી વાતાવરણ પલ્ટાયુ છે અને અદ્દલોદલ “હેલી” જેવાં વાતાવરણ નું સર્જન થયું છે પરંતુ ગઈકાલ રાતથી લઈને રવિવાર રાત સુધી ગોહિલવાડ વાસીઓને માત્ર ઝરમરીયા મેઘ થી સંતોષ માનવો પડી રહ્યો છે બારે મેઘ ખાગા થઈ ને જે અસલ અષાઢી માહોલ જામવો જોઈએ એવો ઘાટ હજું સુધી જોવા નથી મળ્યો પરંતુ એકંદરે વાતાવરણ માં ઠંડક પ્રસરી છે અને ટાઢોડુ છવાતા ગરમીથી મહદઅંશે રાહત ચોક્કસ મળી રહી છે. રવિવાર નો દિવસ હોય લોકો સવારથી જ હરવા-ફરવા જવાનાં પ્લાન પર મેઘરાજાએ ઝરમરીયો વરસાદ ફેરવી દિધો છે…! લોકો ને આ વરસાદી માહોલ ને પગલે ઘરમાં ભરાઈ રહેવાની ફરજ પડી છે જોકે ભાવનગર જિલ્લાના જેસર,ગારિયાધાર તાલુકાના ગામડાઓ માં એક થી લઈને સવા ઇંચ જેવો વરસાદ વરસતા આ તાલુકામાં મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું છે શહેર-જિલ્લા માં શનિવારથી મેઘાવી માહોલ જામ્યો છે આથી આખું વીક આ પ્રકારનો માહોલ યથાવત રહેવાની સંભાવના જાણકારોએ વ્યક્ત કરી છે.

Previous articleધો.૯ થી ૧૧ના ઓફલાઈન વર્ગો શરૂ થતા શાળાઓ ફરી વિદ્યાર્થીના કલરવથી ગુંજી ઉઠી
Next articleરાણપુરમાં ધોધમાર અઢી ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા