રોટરી રોયલ અને ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના સંયુ્કત ઉપક્રમે આયોજન
ભાવનગર શહેરમાં કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલની મહામારી ને લઈને ભાવનગર ની બ્બડ બેન્કો માં લોહીની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે થેલેસેમિયા થી પીડાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોય ત્યારે ભાવનગર ના બે ગૃપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સદ્દકાર્ય હાથ ધરી સમાજને રાહ ચિંધ્યો છે. શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાનોએ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તરદાઈત્વ નિભાવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી માત્રામાં રકત એકઠું થયું હતું જેને ભાવનગર બ્લડ બેન્કને સોંપી દેવામાં આવ્યું હતું.ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, કારગિલ વિજય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પનું મુખ્ય હેતુ આ વખતે કોરોનાની મહામારીમાં બ્લડની ખુબજ જરૂર હોય જેને લઈ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો અને ૧૫૦ થી બોટલ એકત્રિત કરવામાં આવશે.