બહુચર્ચિત ઉનાકાંડના પીડિત પરિવાર હવે દલિતો પર થઈરહેલ અત્યાચારને લઈને સમગ્ર પરિવાર અને દલિત સમાજનાઅનેક લોકો સાથે આગામી ૨૯ તારીખના રોજ બુદ્ધ ધર્મઅંગીકાર કરશે અને જેને લઈને આ પરિવારના મોભીબાલુભાઈ ગુજરાતના દરેક તાલુકા મથકો પર ફરી અને દલિતસમાજના આગેવાનોને બુદ્ધ ધર્મ અંગીકાર કરવા આહવાન આપી રહ્યા છે, અત્રે ઉલેખનીય છે કે આ ધર્મ અંગીકાર કાર્યક્રમમાં માયાવતીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિત સમાજના લોકોને મરેલા ઢોરનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં ગૌરક્ષકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા અને દિલ્હી થી અનેક રાષ્ટ્રીય નેતાઓ દલિત પરિવારની મુલાકાતે આવ્યા હતા, આ ઘટનાના પીડિત પરિવારના મોભી એવા બાલુભાઈ સરવૈયા એ એવો નિધાર કર્યો છે કે દલિતો પર થઇ અર્હેલા અત્યાચાર ને લઈને તેઓ સમગ્ર પરિવાર સાથે આગામી ૨૯ તારીખના રોજ વિધિવત રીતે બુદ્ધ ધર્મ અંગીકાર કરશે. તેમના આ ધર્મ અંગીકાર કાર્યક્રમમાં માયાવતીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યા છે, આ કાર્યક્રમના તેઓ હાલ પ્રચારઅર્થે ગુજરાતના તમામ તાલુકા મથકો અને જીલ્લા મથકો પર જઈ અને દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમની આ વાત મૂકી રહ્યા છે અને સાથે તેઓને પણ બુદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે અહવાન આપવામાં આવી રહ્યું છે, આજે તેઓ ભાવનગર જીલ્લાના સિહોર શહેરમાં આવ્યા હતા અને સિહોર તેમજ ભાવનગરના દલિત આગેવનો યુવકો યુવતીઓ સાથે બેઠક કરી હતી અને તમામને બુદ્ધ ધર્મ અંગીકાર અંગેની આમંત્રણપત્રિકા આપી અને તેઓને પણ અન્યાય સહન કરવાના બદલે ધર્મ પરિવર્તન કરવા અહવાન કર્યું હતું, તેઓ હાલ ગામડે ગામડે જઈને તેમની સાથે બુદ્ધ ધર્મ આગીકાર કરવા તૈયાર થઇ રહેલ લોકોની યાદી તૈયાર કરી રહ્યા છે, તેઓના જણવ્યા મુજબ તેમની સાથે હજારો લોકો બુદ્ધ ધર્મ અંગીકાર કરશે.
અમે ધર્મ પરિવર્તન માટે મજબુર છીએ : પિડીત
સિહોર ખાતે આવેલ બાલુભાઈ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉનામાં અમારી સાથે કોઈપણ પ્રકારના કારણ વિના અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા, અમે મરેલા ઢોર ના ચામડા ઉતારી રહ્યા હતા અને તે અમારો ધંધો છે ત્યારે આ રીતે દલિતો પર અવાનવાર અત્યાચાર થતા રહ્યા છે, દલિતો નથી પોતાનો ધંધો કરી શકતા કે નથી ઘોડા પર બેસી શકતા ત્યારે હવે આ હિંદુ ધર્મ માં પણ દલિતોને મંદિરોમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, આથી હવે તેઓ બાબા સાહેબના રસ્તે બુદ્ધ ધર્મ અંગીકાર કરશે અને ૨૯ તારીખે તેમની સાથે હજારોની સંખ્યામાં દલિતો જોડાશે અને બુદ્ધ ધર્મ અંગીકાર કરશે.