ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે સ્થાનોમાં નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાયો

318

ભાવનગર જિલ્લામાં આજે સંસ્કૃત ભારતી ભાવનગર (સૌરાષ્ટ્ર પ્રાન્ત) અને કૃતજ્ઞતા ગ્રુપ તેમજ શ્રી રામમહલ વૈદિક પાઠશાળા ના સહયોગથી દસ દિવસીય નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાયો હતો. જેમા બંને સંસ્થાઓના અગ્રણીઓ, આચાર્યો, ભદ્રેશભાઈ, ભાવિકભાઈ, સં.ભા. જિલ્લા પ્રમુખ પ્રણવભાઈ રાજ્યગુરુ, વર્ગ સંચાલક શ્રી મહર્ષિગૌતમભાઈ દવે, કાર્યક્રમના સંયોજકો, સંજયભાઈ ભટ્ટ, ભાષા શિક્ષકો તથા વિદ્યાના ઉપાસકો છાત્ર-છાત્રાઓએ ઉપસ્થિત રહીને આ શિબિર-વર્ગને સફળ બનાવ્યો હતો. આ વર્ગો તારીખ ૨૫ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી સાંજના ૫ થી ૮ વાગ્યા સુધી નિયમિત રૂપે ચલાવવામાં આવશે. દરેક સંસ્કૃત પ્રેમીઓ માટે આ એક સુઅવસર બન્યો છે ત્યારે સહભાગી થવા માટે સ્થાનિક આચાર્યનો સંપર્ક કરવો.

Previous articleરાણપુર પી.એસ.આઈ એન.સી.સગરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો
Next articleઉમરાળાના શિક્ષકે વક્તુત્વ સ્પર્ધા યોજી જન્મદિવસ ઉજવ્યો