ઓનલાઈન શિક્ષણમાં ચારસો વિડીયો લેકચર પૂર્ણ કરતાં ડૉ.મહેશ દાફડા

227

સિહોર, તા.૨૬
ભાવનગરની તિષ્ઠિત સનાતન ધર્મ હાઇસ્કૂલ ખાતે આચાર્ય તરીકે સેવા આપતા , રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ’ એવોર્ડ પ્રાપ્ત કરનાર , આઠ પુસ્તક નાં લેખક તેમજ મોટીવેશન સ્પીકર , એવા ડૉ . મહેશકુમાર દાફડાએ કોરોના કાળમાં શરૂ કરાયેલા ઓનલાઈન શિક્ષણમાં સતત પ્રવૃત રહીને તાજેતરમાં ચારસો ( ૪૦૦ ) વિડીયો લેકચર પૂર્ણ કરેલ છે. ડૉ . મહેશ દાફડાની આ સિધ્ધિને શિક્ષણ શ્રેષ્ઠીઓ અને સમાજશ્રેષ્ઠીઓએ વધાવી અભિનંદન પાઠવેલ છે તથા શાળા પરીવારે પણ શુભકામના પાઠવેલ છે .

Previous articleઉમરાળાના શિક્ષકે વક્તુત્વ સ્પર્ધા યોજી જન્મદિવસ ઉજવ્યો
Next articleરાજ્યના ૨૪૦ તાલુકામાં વરસાદ, લોધિકામાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ