(જી.એન.એસ)મુંબઈ,તા.૨૬
પોપ્યુલર ટીવી અભિનેતા શોએબ ઈબ્રાહિમના પિતા અને અભિનેત્રી દીપિકા કક્કરના સસરા બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બન્યા છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સવારે શોએબના પિતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યાર પછી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. શોએબે આ જાણકારી સો.મીડિયાના માધ્યમથી આપી છે. શોએબ ઈબ્રાહિમે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ લખી છે અને ફેન્સને અપીલ કરી છે કે તેના પિતા માટે દુઆ કરે. તેણે લખ્યું, ફરી એકવાર તમારી પ્રાર્થનાઓ અને હિંમતની જરુર છે. પિતાને આજે સવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને અત્યારે તે આઈસીયુમાં છે. પ્લીઝ તમે તમામ લોકો તેમના માટે દુઆ કરો કે અલ્લાહ તેમને જલ્દી સારા કરી દે. દીપિકા કક્કરે પણ આ જ નોટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે અને સસરા જલ્દીથી સાજા થઈ જાય તેની કામના કરી છે. આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શોએબ ઈબ્રાહિમના પિતાની સર્જરી થઈ હતી. તે સમયે પણ શોએબે લોકોને વિનંતી કરી હતી કે તેના પિતા માટે પ્રાર્થના કરે. તે સમયે થોડો સમય ડોક્ટરોની દેખરેખમાં રાખ્યા પછી તેમને રજા આપવામાં આવી હતી અને તેઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા હતા.
દીપિકા કક્કર અને શોએબનો પરિવાર એકબીજા સાથે ઘણાં ક્લોઝ છે. દીપિકા અવારનવાર પોતાની સાસરીના લોકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેઓ તહેવારોની ઉજવણી ભેગા મળીને કરે છે અને દીપિકા ઘણીવાર પોતાના વ્લોગમાં આ આનંદની પળોને શેર પણ કરતી હોય છે.
Home Entertainment શોએબ ઈબ્રાહિમના પિતાને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, અભિનેતાએ ફેન્સને દુઆ કરવાની કરી અપીલ