(જી.એન.એસ)ટોક્યો,તા.૨૬
ઓલિમ્પિકમાં પહેલી વખત સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગનો મુકાબલો થઇ રહ્યો હતો. કોઇ માનશે કે આ રમતમાં જે બે ખેલાડી સર્વશ્રેષ્ઠ સાબિત થયા છે તેમની ઉંમર ૧૪ વર્ષથી પણ ઓછી છે. ૧૩ વર્ષ ૩૩૦ દિવસની મોમિજી નિશિયાએ પોતાના ઘરમાં જ યોજાયેલ ઓલિમ્પિક રમતમાં ગોલ્ડ જીત્યો છે. બ્રાઝીલની રેસા લીલ પણ ૧૩ વર્ષની છે. જેણે સિલ્વર મેડલ મળ્યો છે. લીલ ભલે ગોલ્ડ ના જીતી પરંતુ છેલ્લાં ૮૫ વર્ષની સૌથી યુવા મેડલિસ્ટ બની ગઇ છે. આ બંને ધુઆંધાર ખેલાડીઓએ છેલ્લા મુકાબલાથી પહેલાં જ ટોક્યો ઓલિમ્પિકમાં ધૂમ મચાવી દીધી. ત્રીજા નંબર પર રહેલ નયાકામા ફૂનાની ઉંમર પણ ૧૬ વર્ષ છે. સ્કેટબોર્ડિંગ એ ચાર રમતોમાંથી એક છે જે ટોક્યોમાં પહેલી વખત ઓલિમ્પિકનો હિસ્સો બની રહ્યા છે. આ સિવાય સર્ફિંગ, સ્પોર્ટ કલાઇમિં અને કરાટેને પણ ઓલિમ્પિકમાં સામેલ કરાઇ છે. હેતુ ઓલિમ્પિકના યુવા દર્શકો સુધી પહોંચવાનો છે. પોડિયમ પર જે ત્રણ છોકરીઓ હાજર હતી તેમાંથી બેની ઉંમર ૧૩ વર્ષ અને એકની ૧૬ વર્ષ હતી. કેટલાંક જાણકાર તો તેને ઓલિમ્પિકના સૌથી યુવા પોડિયમ સુદ્ધાં કહી રહ્યા છે. નિશિયા આ વર્ષે રોમમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. હવે તેને રમતનો સૌથી ઊંચો મુકામ સ્પર્શ કરી લીધો છે. ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગને સામેલ કરવાનો નિર્ણય નવી પેઢી માટે એક સારી તક બનશે, આવું કોઇએ વિચાર્યું નહોતું.