(જી.એન.એસ.)પણજી,તા.૨૬
સમગ્ર દેશ માં કોરોનાની આ બીજી લહેર ઘાતકી બની હતી જેમાં લાખો લોકો ના મોત થયા હતા . ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સમગ્ર દેશ માં રાજયવાર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગોવા સરકારે રાજ્યમાં કોરોના કર્ફ્યું ૨ ઓગસ્ટ સુધી વધાર્યું છે. મહત્વનું છે કે ૯ મી મેના રોજ રાજ્યમાં પહેલી વાર કર્ફ્યુ લાગવવામાં આવ્યું હતું. વધતા જતા કેસોને લીધે કર્ફ્યુંની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ચીફ પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજ્ય કર્ફ્યુના આદેશને ઓગસ્ટ ૨૦૨૧ સુધી વધાર્યું છે.
ગોવામાં કોરોનાના ૭૫ નવા કેસોના નોધાયા છે. રવિવારે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૭૦,૪૯૧ થઈ ગઈ છે. કોરોના કારણે છ વધુ દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને ૧૩,૧૨૨ થયો છે. રવિવારે રાજ્યની હોસ્પિટલમાં ૧૪૯ લોકોને રજા આપવામાં આવ્યા બાદ, સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને ૧,૬૬,૨૦૧ થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૧,૧૫૮ છે. તેમણે કહ્યું કે રવિવારે ૪૪,૪૪૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેના કારણે અત્યાર સુધીમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને ૧૦,૩૦,૭૮૩ થઈ ગઈ છે.