ટ્રાફિક પોલીસ -બ્રિગેડ પર ચાર શખ્સોનો હુમલો

595
bvn1642018-5.jpg

ભાવનગર શહેરમાં રોજ બરોજ આવારા અને લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે આમ પબ્લીકતો હેરાન થાય છે પણ હવે તો આ પોલીસ ખુદ જ સલામત રહી નથી આવી જ એક ઘટનાં શહેરના હલુરીયાચોક પાસે ટ્રાફીક પોલીસ સાથે બનવા પામી છે જેમા મોટર સાયકલ લઈ પસાર થઈ રહેલાં શખ્સોને અટકાવી ગાડીના કાગળો માંગતા ઉશ્કેરાઈ ગયેલાં શખ્સોએ ટ્રાફીક પોલીસ અને ટ્રાફીક બ્રિગેડ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ જવાને ગંગાજળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવની મળતી વિગત મુજબ ટ્રાફીકશાખામાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં હરપાલસિંહ જાડેજાએ ગંગાજળીયા પોલીસ મથકમાં ફરીયાદ આપી છે કે બપોરના સમયે હલુરીયા ચોક પાસે ફરજ પર હતા તે વેળાએ ભગાતળાવમાં રહેતા સમીર ઈનુસભાઈ અને અકરમ સોહિલભાઈ રે.જમનાકુંડ અમન પેલેસ પાસે વાળા મોટર સાયકલ લઈ પસાર થતા હતા ત્યારે તેઓને અટકાવી ગાડીના કાગળો અને લાયસન્સ માંગતા જે ન હોવાનું કહેતાં પોલીસે દંડ ભરવાની કાર્યવાહી કરવાનું કહેતાં ઉશ્કેરાઈ ગયેલાં શખ્સોએ પોલીસ જવાન સાથે ગેરવર્તન કરી ટ્રાફીક બ્રિગેડ પર હુમલો કરી લાફા માર્યા હતા અને ટ્રાફીક પોલીસને ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
 બનાવ અંગે પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ તમામ ઘટનાં હલુરીયા ચોકમાં રાખેલા નેત્રના કેમેરામાં કેદ થવા પામી હતી જેમાં આરોપીઓ ટ્રાફીક જવાનો પર હુમલા કરતાનજર પડે છે.

ટ્રાફિક કોન્સ્ટેબલને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ
ટ્રાફિક શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જવાનને તારા બકલ પટ્ટા ઉતરી જશે તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની બે શખ્સો વિરૂધ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટ્રાફિકશાખામાં ફરજ બજાવતા જોરસંગભાઈ રતનસંગભાઈ પર હરપાલસિંહનો ફોન આવ્યો કે હલુરીયા ચોકમાં મોટરસાયકલ ચાલક સાથે બોલાચાલી થઈ છે તો તમે અહીં આવો જે બાબતે જોરસંગભાઈ હલુરીયા ચોક પાસે જતા ત્યાં ઉભેલા સાજીદ રજાકભાઈ તેળીયા અને અબ્દુલભાઈ રફીકભાઈ તેળીયાએ અમારા સંબંધીને કેમ ઉભા રાખો છો બકલ પટ્ટા ઉતરી જશે. નોકરી કેમ કરો છો જોવું છું તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ટ્રાફિક કોન્સ્ટેબલ જોરસંગભાઈએ નિલમબાગ પોલીસમાં ફરિયાદ આપી છે.

Previous articleલોકલાડીલા વિપક્ષી નેતાના વોર્ડમાં રૂા.૪૫ લાખના વિકાસ કાર્યોનો ખાતમર્હુત યોજાયા
Next articleમેમણ સોશ્યલ ગૃપ દ્વારા આધારકાર્ડ કેમ્પ યોજાયો