આલિયા કશ્યપએ પિતા અનુરાગને પૂછ્યા બોયફ્રેન્ડ, સેક્સ અને ડ્રગ્સ અંગે સવાલ, થઈ ટ્રોલ

793

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૬
અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાના અંગત જીવનમાં બોલ્ડ વિચારો ધરાવે છે. આલિયા કશ્યપની યુટ્યુબ ચેનલ પર તેની એક ઝલક જોઇ શકાય છે. આલિયા કશ્યપ પોતાની યુટ્યુબ ચેનલ પર અનેક બાબતો પર પોતાનો અભિપ્રાય આપતી નજરે પડે છે. તાજેતરમાં આલિયા કશ્યપે પિતા અનુરાગ કશ્યપ સાથે તેની પ્રેગ્નેંસિ, બોયફ્રેન્ડ, ડ્રગ્સ અને એડલ્ટ ફિલ્મ્સ વિશે વાત કરતો એક ખાસ વીડિયો બ્લોગ બનાવ્યો છે. આલિયા કશ્યપે ફાધર્સ ડે નિમિત્તે આ વીડિયો બ્લોગ તેની ચેનલ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયા પિતા અનુરાગ અને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોર સાથે જોવા મળે છે. જેમાં આલીયા તેના પિતા અનુરાગને બોયફ્રેન્ડ, લગ્ન વગર શારીરિક સંબંધો બનાવવા તેમજ ડ્રગ્સને લગતા પ્રશ્નો પૂછવા. આ વીડિયોમાં આલિયા કશ્યપ વિશે ખરાબ કોમેન્ટ કરવામાં આવી હતી. આલિયા કશ્યપને બેશરમ પણ કહી દેવામાં આવી હતી. આલિયા કશ્યપને ફેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, એક પુત્રી તેના પિતાની સામે આવા સવાલો કેવી રીતે પૂછી શકે? આલિયા કશ્યપે જણાવ્યું, આવી ખુલ્લા વિચારો ધરાવતા માતા-પિતાને મળવા કિસ્મતની વાત છે. આ વિશે વાત કરતા લોકો મને મેસેજ કરે છે. ઘણા લોકોએ મને કહ્યું, તેમને પોતાના માતા-પિતા સાથે આ વિશે વાત કરવામાં પણ ડર લાગે છે. આ વીડિયો દ્વારા તેમને પોતાના સવાલોને સમજવાનો અને જવાબો મેળવવાની તક પણ મળી છે. કેટલાક લોકોએ આ વીડિયો સરળતાથી સ્વીકાર્યો ન હતો. આલિયા કશ્યપે કહ્યું, તેના પિતા સાથે બનાવેલા આ વીડિયોમાં કોમેન્ટ્‌સ જોઇ હશે. મને ખબર નથી કે, નફરતથી ભરેલા આવા લોકો મારી ચેનલ સાથે કઇ રીતે જોડાયા હશે. તેમની નફરતનું કારણ એ છે કે, મેં મારા પિતા સાથે પ્રેગ્નેંસિ અને ડ્રગ્સ જેવી બાબતો પર વાત કરી. મને લોકોએ કહ્યું, તું મારા માતા-પિતા સાથે આ રીતે વાત કરી શકે? અમુક લોકોએ તો મને ત્યા સુધી કહ્યું, તને તો પોતાના પર શરમ આવવી જોઇએ.

Previous articleઆગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા વિચારણાઃ શિક્ષણમંત્રી
Next articleઓલિમ્પિકથી આવનારા ખેલાડીઓને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટની જરુર નહીંઃ ભારત સરકાર