(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
ભારત સરકારે ૨૫ જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં રમવા ગયેલા ખેલાડીઓ,અધિકારીઓ અને મીડિયાને મોટી રાહત આપી છે. સરકારે કહ્યુ કે ઓલિમ્પિક રમતો માટે ગયેલા લોકોને જાપાનની રાજધાનીથી રવાના થતા પહેલા કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરુર રહેશે નહિ. સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા ક ઓફિશિયલ લેટરમાં આ નિર્ણયની સૂચના આપવામાં આવી. આ પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રાએ સરકારને અનુરોધ કર્યો હતો કે ઓલિમ્પિક દળનુ રસીકરણ થઇ ચૂક્યુ છે અને ટોક્યોમાં નિયમિત રીતે કોરોના ટેસ્ટ થઇ રહ્યા હતા. તો તેમને સ્વદેશ પરત ફરતી વખતે આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવામાંથી છૂટ આપવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું, માત્ર એ જ વ્યક્તિઓને ફ્લાઇટમાં ચઢવાની અનુમતિ આપવામાં આવશે જે ભારત માટે રવાના થતા પહેલા તપાસમાં નેગેટિવ આવ્યા છે. આ સિવાય ટોક્યોથી પરત આવનારા તમામ લોકોનુ ભારત પહોંચ્યા બાદ ફરી પરીક્ષણ કરવામાં આવશે. રમત-ગમત મંત્રાલયે મોકલાવેલા આ પત્રમાં લખવામાં આવ્યું, ફ્લાઇટમાં માત્ર એ જ વ્યક્તિઓને ચઢવાની અનુમતિ આપવામાં આવશે જેમને બિમારીના કોઇ લક્ષણ નહિ હોય, દળ પાછુ ફરશે ત્યારે તેમનુ ફરી પરીક્ષણ કરવામાં આવશે. તેમને ૧૪ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય પર જાતે જ ધ્યાન રાખવાનુ રહેશે. આ પહેલા બત્રાએ રમત-ગમત સચિવ રવિ મિત્તલને લખેલા પત્રમાં કહ્યુ વિદેશથી પરત ફરતી વખતે ભારતમાં પ્રવેશ પહેલા આરટી પીસીઆર રિપોર્ટ દેખાડવો જરુરી છે. જાપાનથી આવનારા લોકો પર આ લાગૂ પડે છે. હુ અનુરોધ કરુ છુ કે ટોક્યોથી પરત ફરતા ખેલાડીઓ અધિકારીઓ આઈઓએ પ્રતિનિધિઓ એનએસએફ અધિકારી અને મીડિયાને આમાંથી છૂટ આપવામાં આવે. ટોક્યો ઓલિમ્પિક પ્રોટોકોલ અંતર્ગત ખેલાડીઓનો રોજ એન્ટિજન ટેસ્ટ થતો હતો અને પોઝિટિવ આવતા આરટીપીસીઆર ટેસ્ટ થતો હતો. ખેલાડીઓએ પોતાની સ્પર્ધા પૂર્ણ થવાના ૪૮ કલાકના અંદર ટોક્યો છોડવાનુ છે. બત્રાએ સરકારને અનુરોધ કર્યો છે કે જાપાન સરકારને ભારતીય દળની કોરોના તપાસ વિના જવાની અનુમતિ આપવા માટે કહે. સિલ્વર મેડલિસ્ટ મીરાબાઇ ચાનૂ સહિત દળ સોમવારે રવાના થશે. જાપાનથી એર ઇન્ડિયા, વિસ્તારા આલ નિપ્પોન એયરલાઇન્સ અને જાપાન એયરલાઇન્સની ફ્લાઇટ ઉડશે. તેમણે આ એયરલાઇન્સને પણ ભારતીય દળને આરટી પીસીઆર રિપોર્ટ વગર યાત્રા કરવાની અનુમતિ આપવાનો અનુરોધ કર્યો હતો.
Home National International ઓલિમ્પિકથી આવનારા ખેલાડીઓને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટની જરુર નહીંઃ ભારત સરકાર