ભારતના ઈજાગ્રસ્ત ખેલાડી વોશિંગ્ટન સુંદર, આવેશખાન અને ગીલ પરત આવશે

335

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
હાલ ઈંગ્લેન્ડ અને શ્રીલંકામાં રમી રહેલી ટીમમાં ક્રિકેટ બોર્ડે ફેરફાર કરીને ઈંગ્લેન્ડમાં ટીમ સાથે જોડાયેલા વોશિંગ્ટન સુંદર, આવેશખાન તથા ઓપનીંગ બેટસમેન શુભમન ગીલને ઈજાના કારણે પરત બોલાવી લેવાયા છે. હાલ શ્રીલંકામાં ટીમ ઈન્ડીયા સાથે જોડાયેલા સુર્યકુમાર તથા પૃથ્વી શોને ઈંગ્લેન્ડ પહોંચી જવા જણાવાયું છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ને તેની બોલીંગ ફીંગરમાં જ ઈન્જેકશન લેવું પડયું છે અને તેથી તે હાલ બોલીંગ ફીટ નથી. તેને ટીમમાંથી પરત બોલાવી લેવાયો છે. ફાસ્ટ બોલર આવેશખાન વોર્મઅપ ગેઈમમાં તેના જમણા હાથના અંગુઠામાં ઈજા થતા તેને ફ્રેકચર જોવા મળ્યું છે અને તેને પણ રીકવરીનો સમય લાગશે તેથી ટીમમાંથી બાકાત કરાયો છે. ઓપનર શુભમન ગીલ તેના જમણા પગમાં સ્નાયુ ખેચાઈ જવાની સમસ્યાથી પીડાય છે.
તેથી એમઆરઆઈમાં આ ઈજાના કારણે તે હાલ રમી શકે તેમ નથી તેથી તે પણ પરત ફરશે. બીજી તરફ પોઝીટીવ થયેલા વિકેટકીપર બેટસમેન રીશભ પંત હવે બે ટેસ્ટમાં નેગેટીવ જાહેર થતા તે ટીમ સાથે ફરી જોડાયો છે. આવી જ રીતે બોલીંગ કોચ બી. અરુણ, વી.સહા અને અભીમન્યુ ઈશ્વરને પણ સેલ્ફ આઈસોલેશન પુરુ કર્યુ છે અને તેઓ ટીમ સાથે જોડાયા છે. જયારે ત્રણ ખેલાડીના રીપ્લેસમેન્ટ તરીકે હાલ ઈંગ્લેન્ડમાં રમી રહેલા પૃથ્વી શો તથા સુર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડમાં ટીમ સાથે જોડાવા જણાવાયું છે.

Previous articleઓલિમ્પિકથી આવનારા ખેલાડીઓને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટની જરુર નહીંઃ ભારત સરકાર
Next articleબિટકોઇન મામલે હજુ પણ મને ધમકી આપવામાં આવે છેઃ નિશા ગોંડલિયા