તરસમીયા ગામ નજીક બાવળની કાંટમાંથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો

810
bvn1642018-10.jpg

ભાવનગર નજીકનાં તરસમીયા ગામ નજીક આવેલ આશ્રમ પાસે બાળળની કાટમાં સંતાડેલ ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરતનગર પોલીસે રેડ કરી ઝડપી લીધો હતો જ્યારે રેડ દરમિયાન માલણકા ગામનો બુટલેગર નાસી છુટ્યો હતો.
ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.ચાવડા, પીએસઆઈ એ.આર.ઝાલા, પીએસઆઈ વી.સી. રંગપડીયા ભરતનગર પોલીસ સ્ટેશન ડી.સ્ટાફનાં હે.કો.ધીરૂભા ગોહિલ પો.કો.એઝાઝખાન પઠાણ પો.કો. સંજયભાઈ ચુડાસમા પો.કો.મહેન્દ્રસિંહ સરવૈયા પો.કો.હરપાલસિંહ ગોહિલ ભરતનગર પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંજયભાઈ ચુડાસમા અને એઝાઝખાન પઠાણને સંયુક્ત મળેલ બાતમી આધારે તરસમિયા માલણકા જતા તરસમિયા રોડ પર આવેલ સંન્યાસ આશ્રમ પાસે બાવળની કાંટમાં સંતાડેલી વિદેશી દારૂની ઝડપી પાડેલ તેમજ આ સમયે બુટલેગર અશ્વિનભાઈ ઉર્ફે ટીચો નાગજીભાઈ બારૈયા રહે માલણકા ગામ વાળો નાસી ગયેલ તેમજ ઈગ્લીંશ દારૂની બોટલ ૮૪ કિંમત રૂપિયા ૨૫,૨૦૦નો મુદ્દામાલ મળી આવેલ નાસી ગયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહિ એક્ટ ૬૫ (ઈ)૧૧૬ (બી) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleમેમણ સોશ્યલ ગૃપ દ્વારા આધારકાર્ડ કેમ્પ યોજાયો
Next articleસ્વા.વિદ્યાલય-ચિત્રાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો