ધરપકડ કુન્દ્રાની થઈ, લોકો કરણને ગાળો આપી રહ્યા છે

228

ઘણાં લોકો ગેરસમજનો શિકાર બન્યા, સોશિયલ મીડિયા ઉપર કરણ કુન્દ્રાને ટેગ કરીને લોકો ટ્રોલ કરી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૭
અશ્લીલ વીડિયોના કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થઈ છે. અત્યારે ચારે બાજુ તેની ચર્ચા ચાલી રહી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને અલગ અલગ પેઈડ એપ્સ પર વેચવાનો આરોપ છે. રાજ કુન્દ્રા ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે અને સતત તેની પૂછપરછ ચાલી રહી છે. મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. પરંતુ રાજ કુન્દ્રાના આ કેસને કારણે પોપ્યુલર ટીવી એક્ટર કરણ કુન્દ્રા હેરાન થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેને અબ્યુઝ કરી રહ્યા છે. કરણ કુન્દ્રા માટે તે સમય ઘણો ચોંકાવનારો હતો જ્યારે એક સવારે તેણે જોયું કે પોર્નોગ્રાફીના વિવાદમાં તેની તસવીર અને નામનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કરણે ગૂગલ પર સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે આ કેસમાં તેનું નહીં પણ રાજ કુન્દ્રાનું નામ આગળ આવ્યું છે. રાજ અને તેની સરનેમ એકજેવી હોવાને કારણે તેણે આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. કરણ કુન્દ્રાએ જણાવ્યું કે, અમુક લોકોએ ભૂલથી મારું નામ લઈ લીધું અને અમુક લોકોને લાગ્યું કે આ કેસમાં જેની વાત ચાલી રહી છે તે હુ છું. અમુક લોકોએ તો મને ગાળો આપવાની પણ શરુઆત કરી દીધી. તેમણે મને ટેગ કરીને ટિ્‌વટ કરવાની શરુઆત કરી. ત્યારપછી મારા ફેન્સે તેમને રિપ્લાય આપ્યા અને યોગ્ય જાણકારી આપી. જો તે મેં આ વાતને એટલી ગંભીરતાથી નથી લીધી. મારા માટે આ વાત ફની હોવાની સાથે સાથે થોડી ફ્રસ્ટ્રેટિંગ પણ છે. ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રા કેસમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શિલ્પાના ફોનની ક્લોનિંગ કરવાની પણ પ્લાનિંગ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસમાંથી ૪૮ ટેરા બાઈટ કન્ટેન્ટ સીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઘણી તસવીરો અને વીડિયો છે.

Previous articleદીપિકા હાઈ ઓક્ટેન એક્શન સીન્સ હાલ શૂટ કરી રહી છે
Next articleભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યો અદભુત નજારો, એક સાથે દેખાયા ૩૦૦૦ કાળિયાર