મહુવામાં માઇનિંગના પથ્થર ભરેલ ડમ્પર ગામમાંથી પસાર થતા પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન યથાવત
ભાવનગર મહુવા માઇનિંગથી ગામમાં ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈ અવાર-નવાર સતત વિરોધ થતો આવે છે, અગાઉ પણ ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધ ઉગ્ર આંદોલન થયા છે ત્યારે અગાઉ ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયા દ્વારા તેમજ અન્ય ગ્રામજનો દ્વારા કંપની નો વિરોધ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો, ગેરકાયદેસર માઇનિંગ કામ સામે રોષ વ્યક્ત કરતા ખેડૂતો તેમજ અન્ય ગ્રામજનો રસ્તા પર સુઈ ગયા હતા અને માઇનિંગ કામ બંધ કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા, દાઠા પોલીસ સ્ટેશન દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી જેના અનુસંધાને તલ્લી ગામ જનો અને કનુભાઈ કલસરિયા તેમજ સરપંચ સહિતનાઓ ભાવનગર કલેક્ટર કચેરીએ કલેક્ટર સાથે ગામલોકોની બેઠક મળી હતી. મહુવાના તલ્લી ગામમાંથી ખનીજ ભરેલો ડમ્પરો પસાર નહીં થવા દેવા બાબત ગામ જનોએ ઉગ્રવિરોધ કરવામાં આવ્યો છે જ્યારે ઔદ્યોગિક હેતુ માટે કૃષિ જમીન અધિગ્રહણ વિરુદ્ધ કનુભાઈ કલસરિયા તેમજ આજુબાજુ ના ગ્રામજનો વિરોધ કરી અવાર-નવાર અવાજ ઉઠાવતાં રહે છે, થોડા દિવસ પહેલા પણ માઇનિંગ કામ બાદ ગેરકાયદેસર રીતે ગામમાંથી પસાર થતા ટ્રકોને પગલે ગંજનોને અનેકો મુશ્કેલી ઓ થવા પામી છે તેમજ ટ્રક દ્રાઈવરો દ્વારા ગામની દીકરીઓ ની છેડતી કરવાના પ્રશ્નો પણ ઉધભવ્યા છે તેમજ ડમ્પર જે રસ્તે ચાલે છે ત્યાં શાળા,બાલમંદિર, ધાર્મિક સ્થળ ,અને પાદર હોય અને અવારનવાર અકસ્માત નો દર પણ થતો હોય છે જેના અનુસંધાને આ ડમ્પર ને ગામ માંથી પસાર થતા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે અલ્ટ્રાટેક કંપની તેમજ સરકારના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ બાંભોર અને તલ્લી ગામની સીમમાં માઇનિંગનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ફરી એક વખત ગ્રામજનો તેમજ ખેડૂત આગેવાનો એકઠા થઈને કંપની સામે વિરોધ કરવા મોરચો માંડયો હતો.