પી.એન.આર. સોસાયટી સંચાલિત નટરાજ સી.પી.સ્કૂલ દ્વારા રોટરી ક્લબ, બોમ્બે, નોર્થનાં સૌજન્યથી તા.૨૪ અને ૨૫ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન સ્પીચ થેરાપી અસેસમેન્ટ કેમ્પ નટરાંજ કોલેજ કેમ્પસ, સરદાર પટેલ સ્કૂલ પાસે, કાળીયાબીડ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્પીચ થેરાપીસ્ટ ડો.અનિલકુમાર સિંધ (ભાવનગર), ડો.અમિતકુમાર મૌર્ય (હૈદરાબાદ) તથા ડો.અંબર ગુપ્તા ( ઈન્દોર ) એ સેવા આપી હતી. તેમાં બહેરાશ, સ્પીચ વાતચિત તથા ભાષદોષની તકલીફ ધરાવતાં ભાવનગર તથા બહારગામથી આવતા સી.પી., એમ.આર, ઓટિઝમ તથા બહુવિધ વિકલાંગતા ધરાવતા કુલ ૭૨ બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ખાસ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું.