મહાપાલિકા સંચાલીત બંન્ને સ્વિમીંગ પુલ શરૂ કરવા નિર્ણય લેવાશે

230

કોરોના મહામારીને ધ્યાને લઇ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્વિમીંગ પુલ, વોટર પાર્ક બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરનાનો કહેર હળવો થતા સરકાર દ્વારા સ્વિમીંગ પુલ-વોટર પાર્ક શરૂ કરવાની મંજુર મળતા ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત બંન્ને સ્વિમીંગ પુલ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વિમીંગ પુલની સાફસફાઇ કરી સ્વિમીંગ પુલ શરૂ થશે તે માટે ચર્ચ-વિચારણા બાદ નિર્ણય લેવાશે તેમ જાણવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગર પાલિકા હસ્તકના શહેરના નિલમબાગ સર્કલ નજીક અને સરદારનગર ખાતે આવેલા બન્ને સ્વીમીંગ પુલને શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. મહિનાઓથી બંધ પડેલા બન્ને સ્વીમીંગ પુલની સાફ-સફાઈ પણ કરાઈ ચુકી છે. સરકારની ગાઈડલાઈન મુજબ ક્ષમતાના ૬૦ ટકા, કોરોનાની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અને એસઓપીને આધિન સ્વીમીંગ પુલ શરૂ કરી શકાશે.

Previous articleપી.એન.આર. સોસાયટી દ્વારા સ્પીચ થેરાપી કેમ્પ
Next articleદિવ્યાંગોની વ્યવસાયિક તાલિમ અંગેના માર્ગદર્શન માટેના વર્કશોપનું સમાપન