ભાવનગરની નટરાજ કોલેજ ખાતે, પી , એન.આર સોસાયટી અને સંલગ્નિત સંસ્થાઓમાં ચાલતી દિવ્યાંગોની વ્યવસાયિક શિક્ષણ પ્રવૃત્તિમાં સંકળાયેલ વિશિષ્ટ શિક્ષકો તથા ઉત્પાદન, માર્કેટીંગ અને ડિઝાઈનીંગ માટે કામ કરતા વ્યકિતઓને વધુ સુસજ્જ કરવાના આશયથી આ ક્ષેત્રના નિષ્ણાંત ચેતનભાઈ દિક્ષિત, સ્ટાર્ટઅપ, અમદાવાદ તથા ડો.ગાયત્રી મેનન, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન અમદાવાદની ઉપસ્થિતિમાં તા.૨૪/૦૭/૨૦૨૧ના રોજ પધારેલ.વિધ્વત્જનો દ્વારા વર્કશોપનો પ્રારંભ કરવામાં આવેલ. માનદ્ મંત્રી કિરીટભાઈ રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત અને ટીમ સ્વપરિચય બાદ ઉપસ્થિત શિક્ષકોએ પોતાના વિષય પર વાત કરતા, મહત્વની સમસ્યાઓના ઉકેલ તજજ્ઞઓએ સરળતાથી સમજાવેલ. આ વર્કશોપમાં ખી.લ.બહેરા-મૂંગા શાળા, કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા, અંકુર મંદબુધ્ધિવાળા બાળકોની શાળા, મગજના લકવાવાળા બાળકો (સી.પી.)ની શાળા, એ.ટી. એન્ડ ટી, ટેકનોલોજી પાર્ક અને હાઈટેક સ્કૂલના સંબંધિત વ્યકિતઓએ ભાગ લીધેલ. પધારેલ મહાનુભાવોને ટ્રસ્ટીગણ દ્વારા મેમરો અર્પણ કરવામાં આવેલ. મહામંત્રી પારસભાઈ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન વિશિષ્ટ શિક્ષક ખેવનાબેન ઓઝા દ્વારા કરવામાં આવેલ.