સતત સાતમા દિવસે સંસદ ઠપ્પઃ વડાપ્રધાનના કોંગ્રેસ પર પ્રહાર

561

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી કે ચર્ચા પણ થવા દેતી નથી, કોંગ્રેસના આ કામને જનતાની સામે એક્સપોઝ કરો
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
૧૯ જુલાઇ એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આજે સતત સાતમા દિવસે વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કામગીરી ઠપ્પ રહી હતી તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે, કૉંગ્રેસ ના તો સદન ચાલવા દઈ રહી છે અને ના ચર્ચામાં ભાગ લઈ રહી છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, કોવિડ-૧૯ પર જ્યારે બેઠક બોલાવવામાં આવી ત્યારે કૉંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવતા પણ રોક્યા. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી સાંસદોને સલાહ આપતા કહ્યું કે, વિપક્ષ- ખાસ કરીને કૉંગ્રેસના આ કામને જનતાની સામે એક્સપોઝ કરો. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, “૧૬ ઑગષ્ટ બાદ તમે તમામ પોત-પોતાના ક્ષેત્રોમાં જાઓ અને સરકારની ૮ યોજનાઓ વિશે જાણકારી આપો. આ સાથે જ ૭૫ વર્ષથી જે થઈ રહ્યો છે તેને લઇને આગામી ૨૫ વર્ષ માટે લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવો.” કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ૨-૨ના જૂથમાં ૭૫ ગામોમાં જાઓ અને ત્યાં ૭૫ કલાક રોકાઓ. લોકોની વચ્ચે ગામમાં દેશની ઉપલબ્ધીઓ અને દેશની આઝાદી સહિત તમામ ચીજો વિશે જણાવો.” પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ સરકારી બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગેદારી હોય. આ સાથે પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યું છે કે, તેઓ લોકોની વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કૉંગ્રેસને. તેમણે કહ્યું કે, તમે લોકોને જણાવો કે કેવી રીતે કૉંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થાય છે અને તેનો બહિષ્કાર કરે છે અને સંસદ પણ ચાલવા દેતી નથી. આ સાથે જ પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તેઓ લોકો વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કોંગ્રેસને. તેમણે કહ્યું કે તમે લોકોને જણાવો કે કોંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થતી નથી અને તેનો બહિષ્કાર કરે છે. આ સાથે જ સંસદ પણ ચાલવા દેતી નથી. ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં વિપક્ષનો હોબાળો ચાલું છે અને કાર્યવાહી દરરોજ સ્થગિત થઈ રહી છે. સંસદમાં પેગાસસ જાસુસી મુદ્દે, કૃષિ કાયદો અને અન્ય મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને સતત હોબાળો ચાલી રહ્યો છે. ૧૮ જુલાઈએ પેગાસસ વિવાદ સામે આવતા સંસદમાં કાર્યવાહી થતી નથી. વિપક્ષી સાંસદ બંને ગૃહોમાં નારેબાજી કરી રહ્યા છે. ગયા સપ્તાહે તો તૃણમૂલ સાંસદે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવના હાથમાંથી ડોક્યુમેન્ટ છીનવીને ફાડીને ફેંકી દીધા હતા. સોમવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. તેમણે કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. અકાળી દળ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતોના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગણી કરી હતી. બીજી બાજુ પેગાસસ મુદ્દાને લઈને સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો થઈ રહ્યો છે.

Previous articleગુજરાતનું ગર્વ : ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરાયું
Next articleબાળકો માટેની રસી ઓગસ્ટમાં આવી શકે છે : આરોગ્યમંત્રી