(જી.એન.એસ)મુંબઈ,તા.૨૭
કોરોના મહામારીથી દુનિયામાં આજે એક પણ એવો શખ્સ નહી હોય કે જે પ્રભાવિત ન થયો હોય. પછી ભલે તે બિઝનેસમેન હોય, નોકરી કરનાર હોય, ગરીબ હોય, મધ્યમવર્ગનો હોય કે પછી અબજોપતિ હોય. વળી બોલિવૂડની વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રી પર પણ કોરોનાનું ગ્રહણ જોવા મળ્યુ છે. બોલિવૂડ પર કોરોના વાયરસની ખરાબ અસર પડી રહી છે. ફિલ્મો, સિરીયલોનું શૂટિંગ બંધ થઈ ગયું છે. શૂટિંગ બંધ થવાના કારણે ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે, જ્યારે બોલિવૂડ ફિલ્મની અભિનેતા-અભિનેત્રીઓ કામનાં અભાવે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકોએ મદદ માટે અપીલ કરી છે, જ્યારે કેટલાક મદદ માંગતા નથી. વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અભિનેતા જાવેદ હૈદર અને જેણે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ ભજવ્યો છે, તે આજે કોરોનાકાળમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાવેદ હૈદર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જાવેદે ઉલ્લેખ કર્યો. બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં શરૂઆત કરનાર જાવેદ પાસે હાલમાં કામ નથી. યાદોં કી બારાત, વોટેન્ડ, રાધે, દબંગ જેવી ફિલ્મોમાં કલાકારો સાથે સ્ક્રીન શેર કર્યા પછી પણ જાવેદ આ દિવસોમાં કામ માટે ભટકતો રહે છે. કામનાં અભાવે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાવેદ તેની દિકરીની સ્કૂલ ફી પણ ભરવા સક્ષમ નથી. જાવેદ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કામ નહીં મળવાને કારણે આર્થિક સંકટની સ્થિતિ છે. જાવેદની બચત પણ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેને દિકરીની સ્કૂલ ફી ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાવેદે તેની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું, છેલ્લા ઘણા સમયથી મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. ત્રણ મહિનાથી દિકરીની સ્કૂલની ફી ચૂકવવામાં આવી ન હોવાના કારણે, તેને શાળાએ ઓનલાઇન વર્ગમાંથી હાંકી કાઠી હતી. તેમણે કહ્યું, શાળાએ કેટલીક ફી ને માફ કરી દીધી હતી, પરંતુ હજી પણ દર મહિને આશરે ૨૫૦૦ રૂપિયા ચૂકવવા પડે છે.
Home Entertainment Bollywood Hollywood એક્ટર જાવેદ હૈદર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો, દિકરીની સ્કૂલ ફી ભરવા...