કિઆરા અડવાણીને એરપોર્ટ પર સીઆઈએસએફના જવાને માસ્ક હટાવવાનું કહ્યું, વીડિયો વાઇરલ

260

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૭
સો.મીડિયામાં હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એરપોર્ટ પરની સઘન સુરક્ષા વચ્ચે સીઆઈસીએફના જવાને કિઆરાની આઇડેન્ડિટી માટે માસ્ક હટાવવાનું કહ્યું હતું. આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોને ’એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’નો સીન યાદ આવી ગયો હતો.
વાઇરલ વીડિયોમાં કિઆરા અડવાણી એરપોર્ટ પર જાય છે, તે સમયે CISFના જવાને આઇડેન્ડિટી માટે માસ્ક હટાવવાનું કહ્યું હતું અને એક્ટ્રેસે તરત જ માસ્ક હટાવી દીધો હતો.
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ ચાહકોને ’એમએસ ધોની’ ફિલ્મનો સીન યાદ આવી ગયો હતો. આ ફિલ્મના એક સીનમાં સાક્ષી (કિઆરા અડવાણી) હોટલ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હોય છે. જ્યારે ધોની હોટલમાં આવે છે ત્યારે સાક્ષી તેનુંIDકાર્ડ માગે છે.
આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે ટાઇટલ રોલ પ્લે કર્યો હતો. સાક્ષીના રોલમાં કિઆરા અડવાણી હતી. એક યુઝરે કહ્યું હતું કે ’ધોની’ ફિલ્મમાં પણ આ એકદમ ગંભીરતાથી કામ કરતી હતી અને તેણે ક્રિકેટરનુંID કાર્ડ માગ્યું હતું. તો અન્ય એકે કહ્યું હતું કે અધિકારીએ ’ધોની’ ફિલ્મમાંથી આ વાત શીખી છે.
૨૮ વર્ષીય કિઆરા પ્રિન્ટ ક્રોપ જેકેટ, વ્હાઇટ ટીશર્ટ તથા ડેનિમમાં જોવા મળી હતી. કિઆરાએ ઘૂંટણ સુધીના બુટ પહેર્યા હતા. આ બુટની કિંમત અંદાજે ૧,૩૩,૫૯૭ રૂપિયા છે.
કિઆરા અડવાણી ફિલ્મ ’શેરશાહ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા. ફિલ્મ ૧૨ ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.

Previous articleકોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકોને રુપાણી સરકાર સહાય આપશે
Next articleપોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટી ’સુપર ડાન્સર-૪’નું શૂટિંગ થોડાં દિવસ નહીં કરે