રાજુલાના ભેરાઈ ગામે વિના મંજુરીએ ચલાવવામાં આવી રહેલ જીંગા ઉછેર કેન્દ્રને લઈને ભેરાઈ ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ફાર્મ બંધ કરાવવાની માંગ સાથે રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર રાજુલાના નાયબ કલેક્ટરને પાઠવ્યું છે.
ભેરાઈ ગામે સરકારી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સાથે કેટલાક માથાભારે શખ્સોએ સાંઠગાંઠ રચી સરકારી પડતર જમીનો ગૌચરણનો કબ્જોવાળી હજારો વીઘા જમીનમાં જીંગા ઉછેર ફાર્મ શરૂ કરવામાં આવ્યા છે.
આ ફાર્મની સાગર તટરક્ષક દિવાલનું ધોવાણ તથા મેન્ગ્રવના જંગલનું નિકંદન કાઢી પ્રકૃતિ તથા સ્થાનિકોને પારાવાર નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે છતાં કોઈ પગલા લેવામાં ન આવતા ભેરાઈ ગ્રામ્યજનોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈ રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર રાજુલાના ડે. કલેક્ટરને આપી ઉગ્ર રજૂઆત કરી આ જીંગા ઉછેર ફાર્મ તત્કાલ બંધ કરાવવા માંગ કરી છે.