સારા ખાન દ્વારા પહેરવામાં આવેલું મનીષ મલ્હોત્રાનું નૂરાનિયત કલેક્શનને ખુબજ અદા સાથે ફ્લોન્ટ કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૮
સારા અલી ખાને મનીષ મલ્હોત્રાનાં નૂરાનિયત કલેક્શનને ખુબજ અદા સાથે ફ્લોન્ટ કર્યું હતું. જો ૨૦૨૧માં આપનાં લગ્ન છે તો આ ડિઝાઇનર લહેંગા આપ ટ્રાય કરી શકો છો. હેવી એમ્બ્રોડરીથી સજેલો આ લહેંગો આપને રાજવી લૂક આપશે અને આ સાથે જ ડિઝાઇનમાં ફ્રેશનેસનો અહેસાસ થશે. જો ૨૦૨૧માં આપનાં લગ્ન છે તો આ ડિઝાઇનર લહેંગા આપ ટ્રાય કરી શકો છો. સારા અલી ખાને પીચ કલરનો લાઇટ વેટ લહેંગો પહેર્યો છે જેમાં તે કોઇ પ્રિન્સેસથી ઓછી નથી લાગતી. આ લંહેગામાં જ્યોમેટ્રિકલ સીક્વન્સ એમ્બ્રોડરી છે જે ડિફ્રન્ટ લૂક આપે છે. સીક્વન્સ વર્કવાળી લો કટ ચોલી રોલયલ્ટીમાં ગ્લેમર્સ લાગી રહી છે. સારા અલી ખાન આઇસ મિન્ટ કલરનાં લહેંગલામાં ઘણી જ સ્ટનિંગ નજર આવે છે. લંહેગો પર ગોલ્ડન, આઇવરી અને સિલ્વર એમ્બ્રોડરી તેને રોલય લૂક આપે છે. બેકલેસ બ્લાઉઝ તેનાં લૂકને હોટ બનાવી રહ્યો છે. જો આફનાં લગ્નમાં કંઇક હટકે ટ્રાય કરવાં માંગો છો તો આ લહેંગો આપનાં માટે પરફેક્ટ છે. સારા અલી ખાન ડાર્ક બ્રાઉન કલરનાં હેવી લહેંગામાં ઘણી સુંદર લાગે છે. ડીપ ફ્રન્ટ પ્લંજિંગ નેકલાઇન વાળા આ બ્લાઉસની સાથે સારાએ હેવી નેકલેસ પહેર્યું છે. આ સાથે જ તેણે ક્રીમ કલરનો દુપટ્ટો કેરી કર્યો છે. જે હેવી લૂકની સાથે તેને સોબર બનાવે છે. લહેંગામાં ઓલઓવર હેવી એમ્બ્રોયડરી છે. સારા અલી ખાન રેડ અને જાંબલી કલરની સાથે થ્રી પીસ લહેંગામાં ઘણી સુંદર લાગે છે. લહંગામાં ચોલી ડીપ ફ્રન્ટ પ્લંજિંગ નેકલાઇન છે પણ સારા તેમાં દુપટ્ટાની જગ્યાએ હેવી કોટી પહેરી છે જે હટકે લૂક આપે છે. હેવી એમ્બ્રોયડરી વાળો લહેંગો ખુબજ સુંદર લાગી રહ્યો છે. બ્લેક કલર આમતો મોટા ભાગે લગ્નમાં નથી પહેરવામાં આવતો પણ સારા અલી ખાનનો આ હેવી એમ્બ્રોયડરી વાળો બ્લેક લહેંગો ખુબજ સુંદર લાગે છે ગોલ્ડન અને આઇવરી એમ્બ્રોયડરી લહેંગો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.