બાબરીયાવાડ, કાઠીયાવાડ, પાંચાળ, ઢાંક સુધીના સમસ્ત કાઠી ક્ષત્રિયો જુના સુર્યદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ વર્ષોની પરંપરા મુજબ મહંત શાંતિદાસબાપુની અધ્યક્ષતામાં શરૂ કરાયા હતા.
કાઠીએ કાઠીયાવાડ કીધો પણ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન રન્નાદે સુર્યનારાયણના પુરાણિક જુના સુર્યદેવળ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ બાબરીયાવાડ, કાઠીયાવાડ, પાંચાળ, જુનાગઢથી ઢાંક સુધીના સમસ્ત કાઠી ક્ષત્રિયો આજે સુર્યદેવળ ખાતે ભાનુ કુલભુષણ મહંત શાંતિદાસબાપુની નિશ્રામાં સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા. જેમાં બાબરીયાવાડ, રાજુલા સરપંચ મંડળના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, અમરશીભાઈ ખુમાણ તેમજ માજી ધારાસભ્ય અને સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ સુરીંગભાઈ વરૂએ સમસ્ત કાઠી સમાજ વતી ભગવાન સુર્યનારાયણ ભગવાનને પ્રણામ કરી સમાજ સંગઠીન બને દારૂ જેવા દુષણો સમાજમાં કાલા અફીણને પણ તિલાંજલી આપી સુર્યનારાયણ ભગવાનના ઉપવાસ સાર્થક કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.