પાલિતાણાના વોર્ડ નંબર ૭માં ૧૫ ફૂટના ખાડામાં મોટરસાયકલ સવાર બે વ્યકિત ખાબક્યા

324

કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ભયજનક સૂચના ના હોવાથી અકસ્માત સર્જાયો
પાલીતાણા નગરપાલિકા દ્વારા અપવામાં આવેલ રોડનાં કામમાં કોન્ટ્રાકટર દ્વારા રોડ વચ્ચે ૧૫ ફૂટ નો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જેને લઈ ગઈકાલે મોડીરાત્રે ખાડાની આજુબાજુ કોઈપણ ભયજનક સૂચના ન મુક્ત બાઈક ચાલક ખાબક્યો હતો જે બાઇકમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં પાલિકા દ્વારા ગટર લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે જે રોડ પર ૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે, જે ખાડામાં ગઈકાલે મોડીરાત્રે બાઇક સવાર સહિત વધુ બે લોકો ખાબકયા હતા જેમાં બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા હતા, બંને વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, કોન્ટ્રાક્ટરની અણ આવડતના કારણે સામાન્ય લોકોને ઇજા નો ભોગ બનવું પડી રહ્યું છે, નગરપાલિકા દ્વારા કામ ચાલું હોય તેવી કોઈ સૂચના કે બેરિકેટ લગાવામાં આવ્યા ના હતા, જેને કારણે વોર્ડ નંબર ૭ માં લાઇટ ન હોવાના કારણે ઉંડા ખાડામાં પડવાની ઘટના સામે આવી હતી. પાલીતાણા વોર્ડ નંબર ૭ માં છેલ્લા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાનાં કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવે અને ગટર લાઇનનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં તેવી માંગ કરી હતી.

Previous articleઈન્ડિયન આઈડલની કડવી હકીકત આદિત્યએ સ્વીકારી
Next articleભાવનગરના અકવાડા ગામે ડ્રેનેજની અધુરી કામગીરીને પગલે સ્થાનિકોની સમસ્યાઓમાં વધારો