ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા ૨૮ જુલાઈ એટલે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ આ દિવસ દરમિયાન રાજહંસ નેચર ક્લબના સહયોગથી સ્કાઉટ-ગાઈડ, રોવર-રેંજર બાળકો માટે ભાવનગરના ગૌરવ સમાન વિક્ટોરિયા પાર્ક ખાતે પગપાળા ભ્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે શહેરના હાર્દ સમાં વિકોટરીયા પાર્ક ખાતે ભાવનગર ભારત સ્કાઉટ ગાઇડ સંઘના સ્કાઉટ ગાઇડ, રોવર-રેન્જર દ્વારા ફરતે પગપાળા ભ્રમણ કરી પાર્કમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ, પાલન સૃષ્ટિ, કીટકો, પતંગિયા, ઔષધીઓ, વૃક્ષો-છોડવા, પાર્કમાં વિહાર કરતા જુદા-જુદા પક્ષીઓની માહિતી રાજહંસ નેચર ક્લબ દ્વારા આપવામાં આવી હતી, જેમાં બાળકોને પ્રકૃતિ પ્રત્યે બાળકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાવનગરના એસ.સી એફ વિજયભાઈ રાઠોડ, રાજહંસ ક્લબના હર્ષદભાઈ રાવલીયા, યશપાલભાઈ વ્યાસ, ભારત સ્કાઉટ ગાઇડ સંઘના અજયભાઈ ભટ્ટ તથા સ્કાઉટના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.