વાંઢ ગામનું તળાવ ઉંડુ ઉતારવાનાં કામનું અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ખાતમુર્હુત કરાયું

591
guj1742018-1.jpg

વર્ષોથી વિકાસનથી વંચિત વાંઢ ગામમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચ અને નવી બોડી અસ્તિત્વમાં આવતાની સાથે જ એક પછી એક કામો ઝડપથી થઈ રહ્યા હોવાથી ગામના લોકોમાં ખુશી જોવા મળી છે. અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પાણ ગામના વિકાસ માટે ઝડપથી એક પછી એક શરૂ કરી પુરા કરે છે તેમાં આ તળાવમાં વર્ષોથી જે કાંપ ભારયેલ હતો તેના કારણએ પાણી ભરાતુ ન હોવાનાં કારણે તળાવમાં પાણી રહેતુ ન હતું સરપંચ દ્વારા લેખીતમાં રજુઆત કરતાં કંપનીના અધિકારીઓ દ્વારા આ કામનો તાત્કાલીક હકારાત્મક જવાબ આપી આ કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ આ પ્રસંગે અલ્ટ્રાટેકના પરમાર, પટેલ વિનોદ વાસ્તવ ગામના સરપંચ ભૂપતભાઈ ગ્રામ પંચાયતના સદસ્ય રણછોડભાઈ ભરતભાઈ મેઘાભાઈ, જગાભાઈ તથા ગ્રામ આગેવાનો ગભરૂભાઈ, મનુભાઈ, છનાભાઈ, પૂજાભાઈ, વેલજીભાઈ, ઉગાભાઈ ખાખુભાઈ સહિતના ગ્રામજનો અને ગામના તળાવને કેવી રીતે ઉંડુ કરાવવું તેના પ્લાનીંગ જાણકાર ભરતભાઈ તથા અશ્વીનભાઈ બન્ને સીવીલ એન્જીનીયર કિશોરભાઈની ઉપસ્થિતીમાં ખાત મુર્હુત કરાયેલ.

Previous articleસુર્યદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસનો પ્રારંભ
Next articleજાહેર શૌચાલયમાંથી ઈગ્લીંશ દારૂ, બિયર ઝડપાયો ત્રણ બુટલેગરો ફરાર