રંગપુર શાળાના શિક્ષકે ૩૫માં જન્મદિવસેે ૩૫ વૃક્ષોનું વાવેતર કર્યું

867

સમગ્ર વિશ્વ પ્રદૂષણની ભયાનક સમસ્યાથી પિડાઈ રહ્યું છે. દેશના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધારે હોવાને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. ઉદ્યોગો ,વાહન વ્યવહાર અને અનેક પ્રકારના માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઇ રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દશકામાં સમગ્ર વિશ્વે એવું માન્યું છે કે ખરેખર પર્યાવરણ ની માવજત અને તે સંદર્ભે કાર્યક્રમોને વિશેષ મહત્ત્વ આપવાની તાતી જરૂરિયાત છે. વૈશ્વિક સ્તરે પણ પર્યાવરણ ના જતન માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે.
બોટાદ જિલ્લાની બોટાદ તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ વિદાણીએ પોતાના ૩૫માં જન્મદિવસને પર્યાવરણને સમર્પિત કર્યો હતો .શાળા સંકુલ અને પરિસરમાં પોતાના ૩૫માં જન્મ દિવસને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા દિનેશભાઈ વિદાણીએ ૩૫વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત અને જતન કરવાના જન્મ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા હતા .શાળાના આચાર્ય રસિકભાઈ સવાણીએ જન્મદિવસની આગવી અને અનોખી ઉજવણીની સરાહના કરીને જન્મદિવસના અભિનંદન સહ શુભેચ્છાઓ આપી હતી. શાળાના શિક્ષકો વિજય ભાઈ સાથલિયા, હરેશભાઈ ગુર્જર, વિજયભાઈ સતાણી, બળદેવભાઈ, ગૌરાંગભાઈ વગેરે શિક્ષકો સહીત શાળાની શિક્ષિકા બહેનોએ તથા ગામલોકો એ પણ ઉત્સાહ પુર્વક વ્યાપક સહયોગ અને સહકાર આપ્યો હતો.

Previous articleહાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનું કારણ, ઓલરાઉન્ડરમાં અન્ય વિકલ્પ શોધો : ગાવસ્કર
Next articleરાણપુર તાલુકાનું અણીયાળી કસ્બાતી ગામ બન્યુ ૧૦૦% રસીકરણયુક્ત ગામ