(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૮
સુપ્રીમ કોર્ટે કેરળ રાજ્ય વિધાનસભામાં વર્ષ ૨૦૧૫માં કથિત બર્બરતા માટે પ્રમુખ ભાકપા નેતાઓ સામે મામલાને પરત લેવાની અરજી બુધવારે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ની કેરળ વિધાનસભા હંગામા મામલામાં આરોપી ભાકપાના ૬ સભ્યો સામે ફોજદારી કેસ પરત ન લઈ શકાય. કેરળ રાજ્ય અને આરોપી દ્વારા દાખલ વિશેષ મંજૂરી અરજીઓને ફગાવતા જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને એમ. આર. શાહની બેન્ચે હાઈકોર્ટના નિર્ણય (જેમણે રાજ્ય દ્વારા સીઆરપીસીની ધારા ૩૨૧ અંતર્ગત ફરિયાદી દ્વારા દાખલ આવેદનને ફગાવવાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશને મંજૂરી આપી દીધી હતી)ને સમજમાં રાખ્યો. જસ્ટિસ ચંદ્રચુડે નિર્ણયના કેટલાક ભાગને વાંચતા કહ્યું હતું કે, વિશેષાધિકાર અને પ્રતિરક્ષા ફોજદારી કાયદાથી છૂટનો દાવો કરવાનો પ્રવેશદ્વાર નથી અને આ નાગરિકોની સાથે વિશ્વાસઘાત હશે. કહ્યું હતું કે, અરજી અનુચ્છેદ- ૧૯૪ની ખોટી ધારણાના આધારે દાખલ કરવામાં આવી હતી. બેન્ચે નિર્ણય સંભળાવતા સમયે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વિધાનસભામાં સંપત્તિના નુકસાનને ગૃહમાં બોલવાની સ્વતંત્રતાની બરાબરી ન કરી શકાય. આ પરિસ્થિતિઓમાં મામલાઓને પરત લેવાની મંજૂરી આપવી ખોટા કારણથી ન્યાયની સામાન્ય પ્રક્રિયામાં હસ્તક્ષેપ હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગુનેગાર માટેનો કાયદાથી સભ્યોને બહાર કરવાના ઉદ્દેશ તેને કોઈ પણ બાધા વિના, ભય કે પક્ષપાતનું કાર્ય કરવામાં સક્ષમ બનાવે છે. ગૃહનો વિશેષાધિકાર, તે પ્રતિરક્ષા સ્થિતિનું પ્રતીક નથી.
Home National International સદનમાં સંપત્તિઓને નુકસાન પહોંચાડવું અભિવ્યકિતની સ્વતંત્રતા નથીઃ સુપ્રિમ કોર્ટ