કેએલ રાહુ આથિયા શેટ્ટી સાથે ઇંગ્લેન્ડમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો

614

(જી.એન.એસ)લંડન,તા.૨૮
ઇશાંત શર્મા, કેએલ રાહુલ, રોહિત શર્માથી સજ્જ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આવતા મહિનામાં ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, તૈયારી કરતા પહેલા ટીમને ૨૦ દિવસનો વિરામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓએ પરિવાર અને મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી. હવે તે યાદગાર પલોની તસવીરો સો.મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફાસ્ટ બોલર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ એક ફોટો શેર કર્યો છે. આ તસવીરની હાલમાં ખુબજ ચર્ચા જામી છે. બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે. બંનેએ હજી સુધી પોતાના સંબંધો ઓફિશિયલી જાહેર કર્યા નથી. બંને સાથે જ લંડનમાં હોવાની વાત અવારનવાર થતી હતી. જોકે, હવે આ વાત સાબિત થઈ ગઈ છે કે બંને સાથે જ છે. બંને ઇંગ્લેન્ડમાં સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. જો કે, રાહુલે આ પહેલા ઇંગ્લેન્ડમાં આથિયાના ભાઈ અહાન સાથે મસ્તી કરી હોવાનો ફોટો શેર કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડની આથિયા સાથે ની પહેલી તસવીર સામે આવી છે. ફોટો શેર કરતી વખતે પ્રતિમાએ કેપ્શનમાં ફિલ્મ વિજયપથનું ગીત લખ્યું હતું. તેણે લખ્યું છે કે રાહો મે ઉનસે મુલાકાત હો ગઇપઆ તસવીર પર રાહુલે હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી છે.

Previous articleઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા
Next articleકર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા