(જી.એન.એસ.)બેંગ્લુરુ,તા.૨૮
બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા સીએમ બન્યા છે. રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા. આ પહેલા સોમવારના ધારાસભ્ય દળની બેઠકમાં રાજીનામું આપનારા પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જ મંગળવાના બોમ્મઈના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. આને સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો. ૨૮ જાન્યુઆરી ૧૯૬૦ના જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઈ મુખ્યમંત્રીની ખુરશી સંભાળવાથી પહેલા કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય મામલાના મંત્રી પણ હતા. તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ બસવરાજે જનતા દળની સાથે રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ ધારવાડથી ૨ વાર ૧૯૯૮ અને ૨૦૦૪માં કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાયા. ત્યારબાદ તેઓ જનતા દળ છોડીને ૨૦૦૮માં ભાજપમાં સામેલ થયા. આ જ વર્ષે તેઓ હાવેરી જિલ્લાના શિગગાંમથી ધારાસભ્ય ચૂંટાયા. એન્જિનિયર અને ખેતીથી જોડાયેલા હોવાના કારણે બસવરાજ કર્ણાટકના સિંચાઈ મામલાના જાણકાર મનાય છે. રાજ્યમાં અનેક સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કરવાના કારણે તેમની પ્રશંસા થાય છે. તેમને તેમના વિધાનસભા ક્ષેત્રમાં ભારતની પહેલી ૧૦૦ ટકા પાઇપ સિંચાઈ યોજના લાગુ કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે. કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈ યેદિયુરપ્પાના માનીતા અને તેમના શિષ્ય છે. સૂત્રોનું માનીએ તો યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા જ બોમ્મઈનું નામ ભાજપ હાઈકમાન્ડને આપ્યું હતું. લિંગાયત સમુદાયના મઠાધીશોની સાથે બેઠકમાં યેદિયુરપ્પાએ પોતાના તરફથી આ નામ સૌની સામે રાખ્યું હતું. બસવરાજ બોમ્મઈ ઉપરાંત મુર્ગેશ નિરાની અને અરવિંદ બલ્લાડનું નામ પણ ચર્ચામાં રહ્યું. ત્રણેય લિંગાયત સમુદાયથી આવે છે, પરંતુ બસવરાજ બોમ્મઈ યેદિયુરપ્પાના નજીકના જ નહીં, તેમના શિષ્ય પણ મનાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં પણ ઘણા લોકપ્રિય છે. માનવામાં આવે છે કે સંઘ અને યેદિયુરપ્પાની વચ્ચે તેમણે સાંકળનું કામ કર્યું છે. ભાજપના ટોચના નેતૃત્વએ લિંગાયત સમુદાય અને યેદિયુરપ્પાને સાધવા માટે બસવરાજ બોમ્મઈનું નામ નક્કી કર્યું. મ્ત્નઁએ કર્ણાટકમાં ૩-૩ નિશાન સાધવાના હતા, જેમાં પહેલું બી.એસ. યેદિયુરપ્પા, બીજું લિંગાયત સમુદાય અને ત્રીજું ઇજીજી, આમ બસવારજને મુખ્યંત્રી બનાવીને ભાજપે એક સાથે ૩ નિશાન સાધી લીધા છે.