ભાવનાબેન ભટ્ટ દ્વારા રચીત હિન્દી કવિતા સંગ્રહ ‘કહા હો તુમ’નો લોકાર્પણ સમારોહ તાજેતરમાં ઘોઘાસર્કલ સ્થિત છાપરૂ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, પંકજભાઈ ત્રિવેદી, પ્રો.ડો. સ્નેહલ જોશી તથા કવિ હિમલ પંડયા ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ભાવેશ પાઠક, જલધી પાઠક તથા પાઠક પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.