ટી સીરીઝ-લહરી મ્યૂઝિકે ફિલ્મ ’આરઆરઆર’ના મ્યૂઝિક રાઈટ્‌સ ૨૫ કરોડમાં ખરીદ્યા

214

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૮
એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ’આરઆરઆર’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેવામાં આ ફિલ્મને લઈને વધુ એક ખબર સામે આવી છે. જેના કારણે ફરી એકવાર ફિલ્મ ચર્ચામાં આવી છે. ફિલ્મ ’આરઆરઆર’ના મ્યૂઝિક રાઈટ્‌સ ટી-સીરીઝ અને લહરી મ્યૂઝિકે ખરીદી લીધા છે. આ ડીલનો અર્થ એવો પણ થાય છે કે હવે દર્શકોને દમદાર ફિલ્મ સાથે જોરદાર ગીત પણ જોવા અને સાંભળવા મળશે. બોક્સ ઓફિસ ઈંડિયા અનુસાર ફિલ્મ ’આરઆરઆર’એ રિલીઝ પહેલા મ્યૂઝિક રાઈટ્‌સ વડે ૨૫ કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ટી-સીરીઝ અને લહરી મ્યૂઝીકે તેના મ્યૂઝિક રાઈટ્‌સ ૨૫ કરોડમાં ખરીદ્યા છે. બોક્સ ઓફિસ ઈંડિયાએ ટ્‌વીટ કરી આ વાત જણાવી હતી. ભારતીય સિનેમાના ઈતિહાસની આ સૌથી મોટી ડીલ છે. ’આરઆરઆર’ ૨૦મી સદીની શરૂઆતના બે સ્વતંત્રતા સેનાનીઓ અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમના જીવન પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે. જેમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆર જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ૧૩ ઓક્ટોબર જાહેર કરવામાં આવી છે. પરંતુ જો કોરોનાના કારણે ફરીથી સંકટ વધશે તો ફિલ્મની રિલીઝ ડેટ અંગે ફરીથી વિચાર કરવામાં આવી શકે છે.

Previous articleકર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા
Next articleમોરક્કોના બોક્સરે મેચ હારતા ન્યુઝીલેન્ડના ખેલાડીનો કાન કરડી ખાવાની કરી કોશિષ