(જી.એન.એસ)ટોક્યો,તા.૨૮
ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક મુકાબલો શરુ છે. અનેક દેશોના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાના દેશ માટે મેડલ જીતી રહ્યા છે. દર ચાર વર્ષ (આ વખતે ૫ વર્ષ) દુનિયાના સૌથી મોટા રમોત્સવનું આયોજનમાં દરેક ખેલાડીનું સપનું મેડલ જીતવાનું હોય છે જેના માટે તે કાંઈ પણ કરવા માટે તૈયાર હોય છે પરંતુ મોરક્કોના એક બોક્સરે તો આ મામલે હદ જ પાર કરી નાખી. બોક્સિંગના મુકાબલામાં જીત માટે ચેહરા પર પંચ લગાવવાના નિયમથી પણ આગળ જઈ બોક્સરે તેમના પ્રતિસ્પર્ધી ખેલાડીનો કાન કરડી ખાવાની કોશિષ કરતો હતો પરંતુ તેમને સફળતા મળી નહી તે પોતાનો મેચ હારી ઓલિમ્પિકમાંથી બહાર થયો હતો. બોક્સિંગ રિંગમાં આ ચોંકાવનારી ઘટના મોરક્કો અને ન્યૂઝીલેન્ડના મુકાબલમાં બની હતી. મોરક્કોના યૂનુસ બલ્લા અને ન્યુઝીલેન્ડના ડેવિડ ન્યાકા વચ્ચે ૯૧ કિલોગ્રામ વજનમાં ત્રીજા રાઉન્ડનો આ મુકાબલો રમાઈ રહ્યો હતો. તે દરમિયાન બલ્લાએ ડેવિડ ન્યાકના કાન કરડી ખાવાની કોશિષ કરી પરંતુ આ ઘટના રેફરીની નજરે આવી ન હતી અને તેમણે પેનલ્ટી પણ મળી નહિ પરંતુ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી મેચ બાદ ન્યાકાએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતુ. મેચ બાદ ન્યાકાએ જણાવ્યું, યૂનુસે કોશિષ જરુર કરી પરંતુ માઉથ ગાર્ડના કારણે તેમને સફળતા મળી નહી, ન્યાકાએ કહ્યું તે પુરી રીતે કાટ કરડી ખાવામાં સફળ રહ્યો ન હતો. મારા નસીબ સારા હતા કે, તેમણે માઉથગાર્ડ પહેર્યા હતા. મને લાગતું હતુ તે મારા ગાલને કરડી ખાવા માંગતો હતો. બાલ્લાની આ કોશિષનો તેમણે કોઈ નુકસાન તો થયું નથી પરંતુ તેનાથી ફાયદો પણ થયો નથી. ત્રણ રાઉન્ડના આ મુકાબલા બાદ ૫ જજે એકતરફી નિર્ણયમાં તે ૫-૦થી હાર આપી અને ન્યાકા ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો ન હતો જ્યારે ૧૯૯૭માં મહાન અમેરિકી બોક્સર માઈક ટાયસને ઈવાંડર હોલીફીલ્ડના કાનને બે વાર કરડી ખાધો હતો. ટાયસન તેમની આ હરકતને અંજામ આપવામાં સફળ રહ્યો હતો અને હોલીફીલ્ડના કાનને નુકસાન થયું હતુ.
Home Entertainment Sports મોરક્કોના બોક્સરે મેચ હારતા ન્યુઝીલેન્ડના ખેલાડીનો કાન કરડી ખાવાની કરી કોશિષ