ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને ઘણી વખત સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આ વખતે ફરી દારૂને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. જેના કારણે આ મુદ્દો ચર્ચાનો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ૧૨ દારૂની બોટલ સાથે એક આરોપી ઝડપાયો હતો. જેને સામે પાસાનો કાયદો લગાવામાં આવ્યો હતો. આ મામલે આરોપીએ પાસાનો કાયદો હટવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સામે ગુજરાત હાઈકોર્ટે સરકારની બરાબરની ઝાટકણી કાઢી છે. સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યો કે તમે મોટી માછલીઓને પકડવામાં ઢીલાશ કેમ કરી રહ્યા છો. હાઈકોર્ટે વધુંમાં કહ્યું કે ફાર્મ હાઉસમાં જે દારૂની પાર્ટીઓ ચાલતી હોય છે. તેનો પર્દાફાશ થયા બાદ તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી. ઉપરાંત કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે નાની માછલીઓને પકડીવે સરકાર ખોટી રીતે જગ્યા ન ભરે અને યોગ્ય જગ્યાએ યોગ્ય કામગીરી કરે. સમંગ્ર મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢીને મોટા કેસમાં પાસા લગાવાની સલાહ આપી. સાથેજ જે આરોપી પાસેથી દારૂની બોટલો ઝડપાઈ હતી. તે આરોપીની સામે પણ હાઈકોર્ટે પાસાનો કાયદો રદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવાર નવાર પોલીસ દ્વારા દારૂના જથ્થાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. સાથેજ ફાર્મહાઉસોમાં પણ દારૂ પાર્ટીની મહેફીલોમાં પોલીસની રેડો પડતી હોય છે. જે બનાવોને અનુલક્ષીને હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે નાની માછલીઓને છોડીને મોટી માછલીઓને પકડો. સાથેજ હાઈકોર્ટે એવું પણ કહ્યું કે નાની માછલીઓને પકડીને સરકાર જગ્યા ન ભરે.