DDOએ હકારાત્મક હૈયા ધારણા આપતાં આંદોલન સમેટાયું
ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉતે વાવાઝોડા માં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ આ સહાય-સર્વે થી વંચિત સાત ગામનાં ૩૦૦ થી વધુ ખેડૂતોએ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું પરંતુ જિલ્લા વિકાસ અધિકારી એ યોગ્ય કરવાની ખાત્રી આપતાં ધરતીપૂત્રોએ ઉપવાસ આંદોલન-ધરણાં કાર્યક્રમ માંડી વાળ્યો હતો. ભાવનગર જિલ્લામાં થોડાં સમય પૂર્વે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ તાઉતે વાવાઝોડા એ તટપર ભારે તબાહી સર્જી હતી આ વાવાઝોડા ની અડફેટે ભાવનગર જિલ્લો પણ આવી ગયો હતો અને ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થવા પામી હતી આ અંગે રાજ્ય સરકારે વાવાઝોડા ગ્રસ્ત ગામોમાં નુકસાની નો સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી અને તાજેતરમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાહેર કર્યું હતું પરંતુ ભાવનગર શહેર ને અડીને આવેલા સાત થી વધુ ગામો આ સર્વે થી વંચિત હોય અને આજસુધી માં આ અંગે કોઈ જ મદદ ન મળી હોવાનાં કારણે ૨૦૦ થી વધુ ખેડૂતો જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સહિતના સભ્યો સાથે ન્યાય ની માંગ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન સાથે ધરણાં પર બેઠા હતા આથી ડીડીઓ એ ખેડૂતોને બોલાવી ચર્ચાઓ કરી હતી જેમાં ખેડૂતો એ સર્વે થી વંચિત સહિતના મુદ્દાઓ ઉપરાંત સરકાર દ્વારા આંબા સીતાફળ ચીકુ સહિતના બાગાયત ખેડૂતોને સહાય ન આપવાનો નિર્ણય કર્યો છે એ અંગે પણ રજૂઆત કરી હતી અને નૂકસાની સર્વે માં બાકી રહેલ ગામોમાં તત્કાળ સર્વે હાથ ધરવામાં આવે અને વહેલી તકે નુકસાની ની રકમ ચુકવવામાં આવે એવી માંગ કરી હતી જે અંગે ડીડીઓ એ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય ખાત્રી આપતાં ખેડૂતોએ આંદોલનનો વાવટો સંકેલી લીધો હતો અને જણાવ્યું હતું કે નિર્ધારિત સમય મર્યાદામાં અધિકારી એ આપેલ વચન-ખાત્રી નું પાલન નહીં થાય તો પુનઃ આંદોલનનું રણશીંગુ ફૂંકાશે….!