ભાવેણાના જન્મોત્સવ ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો

718
bvn1742018-6.jpg

ભાવનગરના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલ ભવ્ય જલ્સો અંતર્ગત બીજા દિવસે યોજાયેલ સમગ્ર કાર્યક્રમ ભાવનગરના કલાગુરૂ મહંમદભાઈ દેખૈયાને અર્પણ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં ભાવેણા જન્મદિન ઉજવણી સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલ જન્મોત્સવનો ગત રવિવારથી ભવ્ય પ્રારંભ થયો છે. ચાર દિવસ ચાલનારા આ ઉત્સવને લઈને શહેરના અનેક ઐતિહાસિક સ્થાપત્યો-સર્કલોને સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે તથા ઉત્સવ માટેનું મુખ્ય સ્થાન ગૌરીશંકર સરોવર બોરતળાવની પસંદગી કરવામાં આવી છે. આજે સાંજે ૭ કલાકે (દિવસ બીજો) કૈલાસવાટીકા ખાતે મેયર નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ડો.ગીરીશભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓની બહોળી હાજરી વચ્ચે ભાવેણાના નામી-અનામી કલાકારોએ ગીત-સંગીત, વેસ્ટર્ન ડાન્સ સાથે લાઈટીંગ શો, લેઝર લાઈટ શો સહિતના આકર્ષણોથી ભાવેણાવાસીઓ અભિભૂત થયા હતા અને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.

Previous articleછાપરૂ હોલ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
Next articleનંદકુંવરબા કોલેજની અનુજાતિની ૪૧૦ વિદ્યાર્થીનીને સ્કોલરશીપ ચેકનું વિતરણ