ફ્લાયઓવરની ટ્રાફિક સમસ્યા હલ કરવા રેલવેની દિવાલ હટાવાઇ

243

શહેરના ગઢેચી વડલાથી દેસાઈ નગર પેટ્રોલ પંપ સુધી ભાવનગર માટેનો ૧૧૫ કરોડના ખર્ચે ફ્લાયઓવર બની રહ્યો છે અને દેસાઈ નગરથી નારીચોકડી સુધીનો સિકસ લેન રોડ રૂપિયા ૩૦કરોડના ખર્ચે બની રહ્યો છે. ભાવનગરના પહેલાં ફ્લાયઓવરથી રસ્તા બાબતે વાહન ચાલકો અને રાહદારીઓને નડતી ટ્રાફીક સમસ્યા હલ કરવા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની મધ્યસ્થી અને પ્રયાસોથી રેલ્વેની દિવાલ હટાવવાનો નિર્ણય લેવાતા આ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા હલ થશે અને વાહન ચાલકોને સુવિધામાં વધારો થશે. હાલમાં ઓવરબ્રિજ અને સિક્સ લેન રોડની કામગીરી શરૂ હોવાથી લોકોને ટ્રાફિક સમસ્યા નડે નહીં તે માટે તેમના દ્વારા રેલવે વિભાગ અને ભાવનગર મહાનગરપાલિકાના સંકલનથી રેલવેની દિવાલ દૂર કરવાની કામગીરી પૂર્ણ થતા ટ્રાફિક સમસ્યાનો મોટા પ્રમાણમાં અંત આવશે.

Previous articleભાવનગર મહાપાલિકાની સ્ટે. કમિટીમાં ૪૧ ઠરાવો મંજુર
Next articleમહાપાલિકાની સભામાં સાત ઠરાવો મંજુર : એક ઠરાવ કેન્સલ કરાયો