પતિએ પત્ની પાસેથી બાળક છીનવી લેતા પત્નીએ મહિલા સહાયતા કેન્દ્રની મદદથી બાળક પરત મેળવ્યું

222

ભાવનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની દેખરેખ થી ચાલતું મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા મહિલા ને તેના બાળક સાથે મિલન કરાવ્યું હતું.ભાવનગર જિલ્લામાં મહિલા સહાયતા કેન્દ્ર ખાતે મહિલાના પતિએ મહિલા પાસેથી બાળક છીનવી લઈ લીધેલ જેને લઈ મહિલાએ મહિલા અને બાળ અધિકારીથી ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરએ ને જાણ કરતા મહિલાના પતિને બોલાવી કાઉન્સિલીંગ કરી સમાજવેલ અને તેના પતિને ખાસ જણાવેલ કે બાળક હજી ૫ વર્ષનું હોય તો બાળકને માતાની જરૂરિયાત વધુ હોય, મહિલાના પતિને વધુમાં જણાવ્યું હતું કે હવે તેની પત્નીને હેરાન ન કરવા પણ જણાવ્યું હતું. અને પતિને સમજાવતા પતિ દ્વારા બાળકને માતાને સોંપી દીધેલ અને બાળકનું માતા સાથે મિલન કરાવ્યું હતું. મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર વાઘેલા રીનાબેન અને કનીઝ કુરેશી દ્વારા કાઉન્સિલીંગ કરતા બે દિવસ બાદ બંને પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Previous articleમહાપાલિકાની સભામાં સાત ઠરાવો મંજુર : એક ઠરાવ કેન્સલ કરાયો
Next articleભાવેણાના ચેતન સાકરીયાનો T-૨૦માં પણ સમાવેશ થયો