ભાવનગર નો એક માત્ર ખેલાડી ક્રિકેટ મેચમાં આ ઊંચાઈ પહોંચ્યો
ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયાની વન-ડે બાદ ટી-૨૦ ટીમમાં પણ સ્થાન મળ્યું, ટી-૨૦માં ડેબ્યૂ કરનારો ભાવનગરનો પ્રથમ ખેલાડી બન્યો શ્રી લંકા સામેની બીજી T-૨૦માં ચેતન સાકરિયાઓનો અંતિમ ઈલેવનમાં સમાવેશ કરાયોઈન્ડિયન પ્રિમિયર લીગમાં શાનદાર પર્ફોમન્સ કર્યા બાદ ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા તેણે ખુબજ સારું પ્રદર્શન કરી બે વિકેટ ઝડપી હતી, જેને લઈ આજરોજ શ્રીલંકા સામે બીજી ટી-૨૦ મેચમાં ડેબ્યુ કરનાર ભાવનગરનો પેહલો ખેલાડી બન્યો છે. ટીમ ઈન્ડિયામાં ટી-૨૦માં સ્થાન મેળવનાર ભાવનગરનો પેહલો ખેલાડી બન્યો આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ચેતન સાકરિયાને આજે સ્થાન મળતા તે ભાવનગરનો પેહલો ખેલાડી બન્યો છે. શ્રીલંકા સામે ની બીજી વેન-ડે ૨ વિકેટ ઝડપીને સારું પ્રદર્શન કરી આજે ટી-૨૦ મેચમાં ડેબ્યુ કર્યું છે. ટીમ ઈન્ડિયામાં હાલ સૌરાષ્ટ્રમાં આવતા હોય તેવા ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ રમી રહ્યા છે.
આજે શ્રીલંકા સામેની મેચમાં ભાવનગરના ચેતન સાકરિયાનું ડેબ્યૂ થતા આ સંખ્યા હવે ચાર પર પહોંચી છે. ૨૩ વર્ષીય ચેતન સાકરિયા ૈંઁન્માં રાજસ્થાન રોયલ તરફ થી ૭ વિકેટ લઈ ચુક્યો છે, આઇપીએલ ની પ્રથમ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા ભાવનગરના ચેતન સાકરિયાની ભારતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ચેતનની આજે જ્યારે ભારતીય ટી-૨૦ મેચમાં ટીમમાં પસંદ થયો છે ત્યારે તેના પરિવારએ ચેતન પર ગર્વ અનુભવી રહ્યા છે આજે ચેતન શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યુ કરતા પરિવારમાં ખુશી છવાઈ છે ચેતન ભાવનગર અને રાજ્યનું નામ રોશન કર્યા બાદ હવે દેશનું નામ પણ રોશન કરશે.