ભાવનગર યુનિવર્સિટી દ્વારા વર્ષ ર૦૧૩ પહેલાના વાર્ષિક અને તે પછીની સેમેસ્ટર પધ્ધતિના અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવેલ છે, તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે અને આ કમિટીએ રીપોર્ટ પણ યુનિ.માં સબમીટ કરી દીધો છે. થોડા દિવસ પૂર્વે આ અંગે લેખીત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલ. જેમાં તારીખ ર૧-૯-૧૭ને ગુરૂવારના રોજ નિર્ણય થઈ જશે તેવી મૌખિક ખાતરી આપેલ પરંતુ આજે આ અંગેની કોઈ પ્રક્રિયા થઈ હોય તેવું જાણમાં નથી કે થાય તેમ લાગતું નથી ત્યારે આ અંગે આજે જ નિર્ણય કરવા માંગણી કરેલ. અન્યથા કોઈ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું અઘટીત પગલુ ભરશે કે કોઈ એવું કૃત્ય કરશે કે જેના કારણે તેના જીવને જોખમ આવે તો તેની સંપૂર્ણ જવાબદારી કુલપતિની વ્યક્તિગત રહેશે તેવી રજૂઆત સાથે સ્ટુડન્ટ પાવર ગ્રુપ દ્વારા કુલપતિ શૈલેષ ઝાલાને આવેદનપત્ર આપ્યું હતું.