શિલ્પાની માતા સુનંદા શેટ્ટી સાથે નકલી દસ્તાવેજો પર ૧.૬ કરોડની પ્રોપર્ટી વેચવામાં આવી

289

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૯
શિલ્પા શેટ્ટીની માતા સુનંદાએ ૧.૬ કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ કરી છે. મુંબઈ પોલીસના મતે, સુનંદ શેટ્ટીએ સુધાકર ધારે નામની વ્યક્તિ વિરુદ્ધ ખોટા દસ્તાવેજોને આધારે સંપત્તિ વેચી હોવાનો આરોપ મૂક્યો છે. સુનંદા શેટ્ટીની ફરિયાદ પ્રમાણે, સુધાકરે તેને ખોટા દસ્તાવેજો બતાવીને ૧.૬ કરોડની જમીન વેચી હતી. શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાની મુશ્કેલી પૂરી થવાનું નામ લેતી નથી. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી તથા તેમની કંપની વિઆન ઇન્ડસ્ટ્રી પર ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનને કારણે લગાવ્યો છે. સેબીએ આદેશ કર્યો છે કે તેમની પર ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સંયુક્ત રીતે તેમને દંડ ભરવો પડશે. શિલ્પા તથા રાજ વિઆન ઇન્ડસ્ટ્રીના પ્રમોટર છે. સેબીએ આ આદેશ સપ્ટેમ્બર ૨૦૧૩ થી ડિસેમ્બર ૨૦૧૫ દરમિયાન કરવામાં આવેલી તપાસ બાદ આપ્યો છે. સેબીએ ત્રણ વર્ષ સુધી વિઆન ઇન્ડસ્ટ્રીની તપાસ કરી હતી. ઓક્ટોબર ૨૦૧૫માં વિઆન ઇન્ડસ્ટ્રીએ ચાર લોકોને પાંચ લાખ શૅરનું પ્રિફરેન્શિઅલ અલોટમેન્ટ કર્યું હતું. આ ઉપરાંત રાજ કુંદ્ર તથા શિલ્પાને ૨.૫૭ કરોડ રૂપિયા (પ્રત્યેક)ના ૧૨૮૮૦૦ (પ્રત્યેક) શૅરનું અલોટમેન્ટ કર્યું હતું. આ અંગે કંપનીએ જરૂરી જવાબ આપવાનો હતો, કારણ કે લેવડદેવડ ૧૦ લાખ રૂપિયા કરતાં વધારે હતી. સેબીએ એમ પણ કહ્યું, આ વાત રેકોર્ડ પર છે કે એન્ટી ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન હેઠળ આ ઘટસ્ફોટ ત્રણ વર્ષથી વધુ મોડેથી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મના નિર્માણ તથા તેના ડિસ્ટ્રીબ્યૂશનના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજની જામીન અજી ૨૮ જુલાઈના રોજ કોર્ટે નકારી કાઢી હતી. કોર્ટે રાજને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. નોંધનીય છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજની ૧૯ જુલાઈના રોજ ધરપકડ કરી હતી.

Previous articleસંજય દાત્તે પોતાના ૬૨માં જન્મદિવસ પર કેજીએફ-૨નો એક ખતરનાક લૂક શેર કર્યો
Next articleએક્ટ્રેસ મિતાલી નાગે ’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ શોને કહ્યું અલવિદા