(જી.એન.એસ)ટોક્યો,તા.૨૯
ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો આજનો દિવસ એક્શનથી ભરપૂર હશે. આજે ભારતીય ફેન્સની નજર સૌથી પહેલા મનુ ભાકર પર હશે.
ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બીજી ગેમ ૨૧-૧૩થી સરળતાથી પોતાના નામે કરી અને માત્ર ૪૧ મિનિટમાં આ મેચ જીતી લીધી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. ૨૧-૧૫,૨૧-૧૩થી મેચ જીતીને તેમણે પોતાને સાબિત કરી દીધા છે. પહેલી બે મેચની જેમ સિંધુને અહી પણ વધારે મહેનત કરવી ન પડી. હૉકીમાં ભારતની પુરુષ ટીમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. રિયો ઓલિમ્પિકના ચેમ્પિયન અર્જેન્ટીનાને ૩-૧થી હરાવી દીધુ છે. ભારત તરફથી વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે સ્પેન અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. તીરંદાજ અતનુદાસ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.તેમણે વ્ય્કતિગત અંતિમ ૮માં જગ્યા મેળવી લીધી છે. અતનુએ અંતિમ ૧૬ના મુકાબલામાં કોરિયાના દિગ્ગજ તીરંદાજ જિન્યેક ઓહને મ્હાત આપી છે. ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો. બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. બોક્સર સતીશ કુમારે ૯૧ કિલોગ્રામ વર્ગના અંતિમ-૧૬ મુકાબલામાં જમૈકાના રેકોર્ડ બ્રાઉનને મ્હાત આપી છે. તેમણે ૪-૧થી આ મુકાબલો જીત્યો છે. આ જીત સાથે સતિશ કુમાર અંતિમ ૮માં પહોંચી ગયા છે. તેઓ મેડલ જીતવાથી હવે એક પગલુ દૂર છે. મેરીકોમ કોલંબિયાઇ બોક્સર સામે હારી ગઇ હતી. ભારતને મહિલા બોક્સિંગમાં મોટો ઝટકો લાગ્યો હતો.