પ્રિયંકા ચોપડા નિક જોનાસ વગર લંડનમાં કરી રહી મસ્તી, શેર કરી તસ્વીર

201

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૯
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ લંડનમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. આ મસ્તીની સો.મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ક્યારેક વરસાદમાં મસ્તી કરી રહી છે તો ક્યારેક તે મિત્રો સાથે ચાલતી જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રિયંકા ચોપડાએ લંડનમાં તેની મિત્રો દિવ્યા જ્યોતિ અને કેવનોફ જેમ્સ સાથે સમય વિતાવ્યો હતો. પ્રિયંકા ઘણી જગ્યાએ ફરતી હતી અને તેણે આ પ્રસંગની તસવીરો પણ શેર કરી હતી. આ સાથે પ્રિયંકા ચોપડા પણ વાળ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ વખતે પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે નહીં પરંતુ મિત્રો સાથે એન્જોય કરી રહી છે. ફોટાઓ શેર કરતી વખતે તેણે લખ્યું, ફોટો ડમ્પ. ૩ બેસ્ટ ફ્રેન્ડ. ફોટામાં પ્રિયંકા ચોપડા ક્યારેક વરસાદમાં કુદી રહી છે. તો ક્યારેક મિત્રો સાથે માર્શમોલો ટોસ્ટ કરી રહી છે. આટલું જ નહીં, તેણે તરબૂચ ખાતી વખતે તસવીરો પણ શેર કરી છે.
પ્રિયંકા છેલ્લા એક વર્ષથી લંડનમાં છે. તે અહીં પોતાની ફિલ્મ ’ટેક્સ્ટ ફોર યુના’ શૂટિંગ માટે ગઈ હતી. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.
પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવની સાથે ફિલ્મ ’વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.
પ્રિયંકાએ થોડા સમય પહેલા તેનું અધૂરું પુસ્તક બહાર પાડ્યું હતું. જેમાં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

Previous articleઓનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવામાં આવેઃ હાઇકોર્ટ
Next articleશહેરના ગંગાજળીયા તળાવમાથી અજાણ્યા આધેડની લાશ મળી