પોલીસે લાશનો કબ્જો લઈ વાલી-વારસદારોની શોધખોળ હાથ ધરી
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં એક માનવ લાશ તરતી હોવાની માહિતી ફાયરબ્રિગેડ તથા સી ડીવીઝન પોલીસને મળતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશ બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. રૂપિયા ૧૦ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલ શહેર મધ્યે સોહાયમાન ગંગાજળીયા તળાવમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો હોવાની માહિતી કોઈ રાહદારી એ ફાયરબ્રિગેડ તથા સી ડીવીઝન પોલીસ ને આપતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરબ્રિગેડના જવાનોએ લાશ બહાર કાઢી
પોલીસને હવાલે કરતાં પોલીસે આશરે ૫૫ થી ૬૦ વર્ષની વય ધરાવતા આધેડની લાશનું સ્થળપર પંચનામું કરી પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી આ બનાવને પગલે ઘટના સ્થળે લોકો ના ટોળા ઉમટી પડયા હતાં.