ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત બે સ્વિમિંગ પુલ ૩ ઓગસ્ટથી ખુલશે, વેક્સિન લેનારને જ પ્રવેશ મળશે

161

નવા સેશન માટે આજથી ફોર્મનું વિતરણ શરૂ કરવામા આવ્યું
ભાવનગરમાં કોરોના મહામારીને કારણે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત બંને સ્વિમિંગ પુલ બંધ કરાયા હતા બાદ હવે ૩ ઓગસ્ટથી ખોલવા નિર્ણય કરાયો છે. જેને લઈ સ્વિમિંગ પુલ ની આજુબાજુ સાફસફાઈ કરવામાં આવી રહી છે.ભાવનગર મહાનગરપાલિકા તેની હસ્તકના નિલમબાગ સર્કલ અને સરદારનગર સ્થિત સ્વિમિંગ પુલ ૩ ઓગસ્ટથી ખોલવાનો નિર્ણય કર્યો છે.નવા સેશન માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામા આવ્યું હતું. જેને લઈ સ્વિમિંગ પુલની અંદર અને બહાર બંને સાઈડ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

સ્વિમિંગમાં આવનારા લોકો માટે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે નિયમોમાં જેમાં ખાસ તો સ્વિમર્સએ વેક્સિન લીધેલી હોવી જોઈશે. ઉપરાંત કોરોના ગાઈડલાઈન પાલન માટે ક્ષમતાની સામે ૬૦% લોકોને જ પ્રવેશ મળશે. લગભગ દોઢ વર્ષ બંધ રહ્યા બાદ સ્વિમિંગ પુલ ખુલવા જઇ રહ્યો છે ત્યારે સ્વિમરોમાં આનંદ છે,ભાવનગર મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં નિલમબાગ સ્થિત સ્વિમિંગ પુલમાં ૨૦૦ની ક્ષમતા છે આથી તેના ૬૦% મુજબ ૧૨૦ લોકોને જ્યારે સરદારનગરમાં ૧૫૦ની ક્ષમતાના ૬૦% મુજબ ૯૦ લોકોને પ્રવેશ મળશે. બંને સ્વિમિંગ પુલમાં કુલ ૭-૭ પાળી રહેશે. આથી કુલ ક્ષમતા ૨૪૫૦ના ૬૦% મુજબ ૧૪૭૦ લોકો દરરોજ સ્વિમિંગનો આનંદ માણી શકશે.ગાર્ડન સુપ્રિ. કે કે ગોહિલે જણાવ્યું કે, વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યા હશે તેવા લોકોને જ સ્વિમિંગ કરવા પ્રવેશ અપાશે. આમ, સ્વિમિંગ પુલમાં એન્ટ્રી માટે કોરોના પ્રતિરોધક રસી લેવી ફરજીયાત રહેશે, વધુમાં ગત વર્ષે વાર્ષિક ફી ભરનાર સ્વિમર્સ કોરોના લોકડાઉનને કારણે સ્વિમિંગથી વંચિત રહ્યા ચગે તેવા ૭૫થી વધુ લોકોને મુદ્દત રીન્યુ કરી અપાશે. આ પૂર્વે સાદી ટેસ્ટ લેવાશે.

Previous articleશહેરના ગંગાજળીયા તળાવમાથી અજાણ્યા આધેડની લાશ મળી
Next articleમહુવાના ભાદરા ગામ નજીક બોલેરો કારે બાઇકને અડફેટે લેતા એકનું મોત : એકને ઇજા