મહુવાના ભાદરા ગામ નજીક બોલેરો કારે બાઇકને અડફેટે લેતા એકનું મોત : એકને ઇજા

168

મહુવા તાલુકાના કીકરીયા ગામેથી બાઇક ઉપર આવી રહેલા બે બાઇક સવારોને બોલેરો ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બે ફિકરાઇથી ચલાવી બાઇકને અડફેટે લેતા બાઇક સવાર પ૦ વર્ષીય આધેડને ગંભીર ઇજા પહોંચતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવની તપાસ હાથ ધરી હતી.આ વાહન અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ કિકરિયા ગામે રહેતા વીજાભાઈ ભાણાભાઈ હડિયા તેમના ફઈના દિકરા સાથે કોઈ કામ અર્થે મહુવા જઈ રહ્યાં હતા ત્યારે સાવરકુંડલા તરફથી આવી રહેલા એક બોલેરો ચાલકે તેમની મોટરસાઈકલને અડફેટે લેતા બંન્ને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હનુમંત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં અમરશીભાઈ વાલાભાઈ બલદાણીયા (ઉ.વ.૫૦)નામના આધેડને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. આ અંગે વિજાભાઈ ભાણાભાઈ હડિયા (રહે. કિકરીયા)એ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા બોલેરો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગર મહાનગરપાલિકા સંચાલિત બે સ્વિમિંગ પુલ ૩ ઓગસ્ટથી ખુલશે, વેક્સિન લેનારને જ પ્રવેશ મળશે
Next articleઅષાઢમાં મેઘો રિસાયો : શહેરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં