અષાઢમાં મેઘો રિસાયો : શહેરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં

228

શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝાંપટાથી અધિક કંઈ જ નહીં : લોકોમાં ફરી નિરાશા વ્યાપી, વીસ દી’માં દિવસમાં માત્ર દોઢ ઇંચ વરસાદ
ભાવનગર શહેર સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો કે પડશે એવું જોરદાર વાતાવરણ સર્જાયુ હતું પવનની ગતિ પણ મંદ પડી હતી “ધોળા દિવસે અંધારું” છવાઈ જાય એવાં વરસાદી વાદળોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો પરંતુ દિવસભર આ માહોલ રહ્યાં બાદ ઢળતી સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝાપટાં એ રોડ-રસ્તા ભીના કર્યા હતા આથી લોકોમાં ભારે નિરાશા છવાઈ હતી. આ વર્ષે કુદરતે ભાવનગર ના ભાગે પુરતો અને લોકો ના હૈયે હાશકારો થાય એવો વરસાદ લખ્યો ન હોય એવું લોકો મનોમન વિચારી રહ્યા છે કારણકે ચોમાસાના પ્રારંભ થી લઈને આજદિન સુધી ધરતીપુત્રો-લોકો ના હૈયે ધરપત થાય એવો એકપણ જોરદાર વરસાદ વરસ્યો નથી આજકાલ કરતાં ચોમાસાનો ધોરી માસ જુલાઈ પણ પૂર્ણ થયો ત્યારે હવે પુરતાં પ્રમાણમાં વરસાદ થશે કે કેમ એવાં સવાલો લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ ૩૦ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ ચોક્કસ કરે છે પરંતુ આ યાદીમાં મેઘરાજાએ જાણે ભાવનગરને બાકાત રાખ્યું હોય તેમ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં સાંબેલાધારે મેઘમહેર વરસી રહી છે નદી-નાળાઓ છલકાઈ ઉઠ્‌યાં છે પરંતુ ગોહિલવાડની રૈયત “આભે નેઝા માંડી” આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ વરસતો નથી આજે સવારથી જ ધોધમાર વરસાદ પડે એવાં પ્રબળ સંજોગો જણાઈ રહ્યાં હતાં પરંતુ સાંજ ઢળતાની સાથે જ લોકો ની આશા ઠગારી નિવડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો આ વરસાદ થકી ફક્ત રોડ-રસ્તા જેવા-તેવા ભીનાં થયાં હતાં આમ આજે પણ મેઘરાજા એ મેઘમહેરને બદલે અંગુઠો બતાવતા ભાવનગરીઓ નિરાશ થયા હતા. સૌરાષ્ટ્રમાં ચાર દિવસની હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે પરંતુ આજે તો ભાવનગરમાં વાતાવરણ ચોખ્ખુ થઇ જવા સાથે ઉઘાડ નિકળ્યો હોય અને તડકો નિકળતા વરસાદની આશા ઠગારી નિવડી છે.

Previous articleમહુવાના ભાદરા ગામ નજીક બોલેરો કારે બાઇકને અડફેટે લેતા એકનું મોત : એકને ઇજા
Next articleટ્રકમાં માલ ભરવા અને ઉતારવાનો ચાર્જ અલગથી લેવા સર્વાનુમતે નિર્ણય