સાદી એસટી બસનું ભાડું વધુ વસુલાતા મુસાફરોમાં રોષ

572

મહુવા એસ ટી ડેપોની તલગાજરડા-મહુવા-દ્વારકા એસ.ટી.બસ ગુર્જર નગરીના બદલે સાદી બસ મુકવામાં આવે છે છતાં ભાડું ગુર્જર નગરીનું વસુલવામાં આવતા એસટી મુસાફરોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.મુસાફરોને એક ટીકીટે અંદાજે રૂા.૧૦નું નુકશાન થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તલગાજરડા-મહુવા-દ્વારકા મહુવા ડેપોની એસ.ટી.બસ ગુર્જર નગરીના બદલે સાદી બસ છેલ્લા છ માસથી મુકવામાં આવે છે. પરંતું મુસાફરો પાસેથી ગુર્જર નગરીનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે. આથી મુસાફરોને રૂ.૧૦ જેટલું એક ટીકીટે નુકસાન થઇ રહ્યું છે. ભાવનગર જીલ્લા ડિવિઝનના તમામ મથકોથી ચાલતી દ્વારકા રૂટની બસ ગુર્જર નગરી ચાલે છે તો મહુવાના મુસાફરોને અન્યાય શા માટે? તેવો પ્રશ્ન મહુવા પંથકના મુસાફરોમાં ઉભો થવા પામેલ છે.મહુવા એસ.ટી. ડેપો તલગાજરડા – મહુવા – દ્વારકા એસ.ટી.બસ ગુર્જર નગરી ચલાવે અન્યથા સાદી બસનું ભાડું વસુલે તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.

Previous articleટ્રકમાં માલ ભરવા અને ઉતારવાનો ચાર્જ અલગથી લેવા સર્વાનુમતે નિર્ણય
Next articleમાતા-પિતા પ્રત્યુષા બેનર્જીનો કેસ લડવામાં બધું ગુમાવી બેઠા